મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અજીત પવારના પુત્રોએ મુખાગ્નિ આપી પત્ની સુનેત્રાનું દર્દ છલકાયું.મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. NCPના વરિષ્ઠ નેતા અજીત પવારને આજે અંતિમ વિદાય આપવામાં આવી. અજીત પવાર પંચમહાભૂતમાં વિલીન. અજીત પવારના પુત્રોએ મુખાગ્નિ આપી પત્ની સુનેત્રાનું દર્દ છલકાયું. આંખમાં આંસુ સાથે ભારે હદયે પત્ની સુનેત્રાએ અજીત પવારને શ્રદ્ધાંજલિ આપી. આ ભાવુક ક્ષણનો વિડિયો સામે આવ્યો છે.
આ વીડિયોમાં દેખાય છે કે સુનેત્રા પવાર પતિને શ્રદ્ધાંજલિ આપતા ભાંગી પડયા હતા. શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે તેમનો હાથ પકડી ત્રિરંગામાં લપેટાયેલા અજીત પવારના શરીર પાસે લાવે છે. હાથમાં પુષ્પ લઈ સુનેત્રા પરિક્રમા કરી અજીત પવારના પગ આગળ બેસી ધ્રુસકે..ધુસકે રડવા લાગે છે. પિતાને શ્રદ્ધાંજલિ આપતા પુત્રો પાર્થ અને જય પણ બહુ ભાવુક દેખાયા. પુત્ર પાર્થને સુપ્રિયા સુલે સાંત્વના આપી રહ્યા છે. જયારે પુત્ર જય પિતા અજીત પવારના શરીર પાસે બેસી જઈ તેમને પગે લાગી નમન કરે છે. અજીત પવારના પરિવારના સભ્યોનું દર્દ જોઈ ત્યાં હાજર સૌની આંખો ભીની થઈ ગઈ.

મહત્વનું છે કે અજિત પવાર અને સુનેત્રા પવારના લગ્ન 30 ડિસેમ્બર, 1985 ના રોજ થયા હતા. સુનેત્રા પવાર રાજયસભા સાંસદ છે અને મહારાષ્ટ્રમાં લોકો તેમને ‘વાહિની’ કહીને બોલાવે છે. સુનેત્રા તાજેતરમાં સામાજિક કાર્ય અને વ્યવસાયની પૃષ્ઠભૂમિમાંથી સક્રિય રાષ્ટ્રીય રાજકારણમાં પરિવર્તિત થઈ છે. અચાનક અજિત પવારનું અવસાન થતા પવાર પરિવાર અને NCP પાર્ટીના સભ્યો ભારે આઘાતમાં છે. વર્તુળોમાં ચર્ચા છે કે અજીત પવાર બાદ સુનેત્રા પરિવારના રાજકીય અને સામાજિક વારસામાં વધુને વધુ કેન્દ્રીય ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે.
