NATIONAL : ઈન્ડિગો ઈફેક્ટ : હવે ફ્લાઈટમાં માત્ર 15 મિનિટના વિલંબની પણ તુરંત તપાસ થશે

0
38
meetarticle

દેશના વિવિધ એરપોર્ટ્સ પર ઓપરેશનલ કટોકટીના કારણે લાખો પ્રવાસીઓ પરેશાન થયા હતા. ઈન્ડિગો કટોકટીના પગલે હવે ડીજીસીએએ કોઈપણ ફ્લાઈટમાં ૧૫ મિનિટનો પણ વિલંબ થશે તો તુરંત તપાસ કરવાના આદેશ આપ્યો છે. બીજીબાજુ ઈન્ડિગોએ અસરગ્રસ્ત પ્રત્યેક પ્રવાસીઓને રૂ. ૧૦,૦૦૦નું વળતર અને રૂ. ૧૦,૦૦૦નું વાઉચર આપવાની જાહેરાત કરી છે. આ કટોકટી વચ્ચે ઈન્ડિગોએ ૧૦મા દિવસે બેંગ્લુરુમાં ૬૦ ફ્લાઈટ રદ કરી હતી.

ઈન્ડિગોની ઓપરેશનલ ખામીઓના કારણે છેલ્લા ૧૦ દિવસમાં ૫,૦૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવતા લાખો લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે ત્યારે ઈન્ડિગોની આ કટોકટી અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડીજીસીએએ આકરું વલણ અપનાવ્યું છે. ભવિષ્યમાં આ પ્રકારની કોઈપણ સમસ્યાના ઉકેલ માટે સરકારે એવિએશન સેક્ટરમાં પહેલી વખત ટેકનિકલ ખામીઓના નિરિક્ષણનું માળખું તાત્કાલિક અસરથી બદલી નાંખ્યું છે.સૂત્રોએ જણાવ્યું કે, ફ્લાઈટ્સમાં વિલંબ, ફ્લાઈટ્સ રદ થવી અને તાજેતરના સમયમાં સુરક્ષા ઘટનાઓએ ડીજીસીએને ડિફેક્ટ રિપોર્ટિંગ સિસ્ટમને મૂળમાંથી જ આકરી કરવા મજબૂર કરી છે. ડીજીસીએએ ૧૨ પાનાના નવા આદેશમાં કહ્યું છે કે કોઈપણ પ્રકારના નિર્ધારિત ઉડ્ડયનમાં ટેકનિકલ કારણે ૧૫ મિનિટથી વધુનો વિલંબ થવા પર તેની તપાસ અનિવાર્ય કરાઈ છે. નવા આદેશ મુજબ એરલાઈન કંપનીએ વિલંબનું કારણ અને તેનો ઉકેલ લવાયો કે નહીં તે જણાવવું પડશે.

હવે એરલાઈન કંપનીઓએ કોઈપણ પ્રકારની મોટી ખામીની માહિતી ડીજીસીએને ફોન પર આપવી પડશે. સાથે જ તેનો વિસ્તૃત રિપોર્ટ ૭૨ કલાકમાં સોંપવો પડશે. એક જ ખામી ત્રણ વખત થશે તો તેને રિપીટેટિવ ડિફેક્ટ માનવામાં ાવશે. તેના માટે અલગથી તપાસ શરૂ થશે. દરમિયાન ડીજીસીએના આકરા વલણ બાદ ઈન્ડિગોએ ગુરુવારે ફ્લાઈટ રદ થવાના કિસ્સામાં વળતરની જાહેરાત કરી છે. ટિકિટ કેન્સર થવાના કિસ્સામાં રૂ. ૫,૦૦૦થી રૂ. ૧૦,૦૦૦નું રિફન્ડ અપાશે. વધુમાં ઈન્ડિગો ૩થી ૫ ડિસેમ્બર વચ્ચે જે ગ્રાહકોની ફ્લાઈટ રવાના થવાના ૨૪ કલાકની અંદર રદ થઈ હોય તેમને રૂ. ૧૦,૦૦૦નું અલગથી વળતર આપશે તથા રૂ. ૧૦,૦૦૦નું વાઉચર આપશે. આ વાઉચર એક વર્ષ માટે વેલિડ ગણાશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here