NATIONAL : ઈસરોએ સૌથી ભારે સેટેલાઈટ છોડી ઈતિહાસ રચ્યો

0
77
meetarticle

ભારતીય અવકાશ સંસ્થા ઈસરોએ રવિવારે આપણી જમીન પરથી નેવી માટે સ્વદેશી ‘બાહુબલી’ રોકેટથી સૌથી ભારે કોમ્યુનિકેશન સેટેલાઈટ છોડીને ઈતિહાસ રચ્યો છે. આ સેટેલાઈટ ભારતીય નેવીનો અત્યાર સુધીનો સૌથી એડવાન્સ્ડ સેટેલાઈટ છે તેનાથી નેવીની અવકાશ આધારિત કમ્યુનિકેશન અને સમુદ્રી વિસ્તારોમાં નિરીક્ષણની ક્ષમતા વધુ મજબૂત થઈ જશે. આ વર્ષે ઈસરોની આ ત્રીજી સફળતા છે.

– ખરાબ હવામાન છતાં ‘બાહુબલી’ એલવીએમ-૩ રોકેટની મદદથી ૪૪૧૦ કિલોનો જીસેટ-૭આર સેટેલાઈટ ૫૦ મિનિટમાં જીટીઓમાં સ્થાપિત કરાયોઈસરોએ રવિવારે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી એલવીએમ૩-એમ૫ રોકેટની મદદથી સીએમએસ-૦૩ (જીસેટ-૭આર) સેટેલાઈટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો. ઈસરોને રવિવારે હવામાને સાથ આપ્યો નહોતો. વાદળછાયા વાતાવરણ, તિવ્ર ગતિએ ફૂંકાતા પવન અને વરસાદની આશંકા વચ્ચે ઈસરોની ટીમે બાહુબલી રોકેટની મદદથી ભારતીય નેવીના કોમ્યુનિકેશન રોકેટને માત્ર ૫૦ મિનિટમાં જીયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં પહોંચાડી દીધો હતો. આ પહેલાં ભારત ભારે સેટેલાઈટના લોન્ચિંગ માટે ફ્રાન્સ સ્થિત કૌરોઉ લોન્ચ બેઝથી સેટેલાઈટ લોન્ચ કરતી હતી.

ભારતીય નેવીનો આ મલ્ટી-બેન્ડ કોમ્યુનિકેશન સેટેલાઈટ સૌથી ભારે છે, જેનું વજન ૪,૪૧૦ કિલો છે. આ સેટેલાઈટ ભારતીય નેવી માટે સમુદ્રી વિસ્તારમાં સંચાર અને નિરીક્ષણ સુવિધા મજબૂત કરશે. આ સેટેલાઈટ ૨૦૧૩માં લોન્ચ કરાયેલા જીસેટ-૭નું સ્થાન લેશે. 

ઈસરોના ચેરમેન વી. નારાયણને કહ્યું કે, પહેલા શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે સેટેલાઈટ લોન્ચ કરવાનો હતો, પરંતુ સવારથી વાતાવરણ સાનુકૂળ નહોતું. તિવ્ર ગતિએ ફૂંકાતા પવને રોકેટનું ઉડ્ડયન મુશ્કેલ બનાવી દીધું હતું.  તેમણે ઉમેર્યું કે, ઈસરોના વૈજ્ઞાાનિકોએ રડાર અને હવામાનના મોનિટરિંગથી કલાકો સુધી રાહ જોઈ. અંતે એક નાની વિન્ડોનો લાભ ઉઠાવીને સેટેલાઈટને લોન્ચ કરાયો હતો. એલવીએમ૩નું આ સતત પાંચમું સફળ મિશન છે, જે ઈસરોની ટેકનિકલ ક્ષમતા દર્શાવે છે. એલવીએમના પ્રયોગાત્મક મિશન સહિત બધા જ આઠ લોન્ચિંગ સફળ થયા છે, જે તેનો ૧૦૦ ટકાનો સક્સેસ રેટ દર્શાવે છે.

તેમણે ઉમેર્યુ ંહતું કે, ખરાબ હવામાન છતાં અમારી ટીમે ખૂબ જ ધીર જ રાખી. વૈજ્ઞાાનિકોની મહેનત અને એલવીએમ-૩ની વિશ્વસનીયતાએ આ સેટેલાઈટનું સફલ લોન્ચિંગ શક્ય બનાવ્યું. આ સફળતા આખા દેશને દર્શાવે છે કે પડકારો આપણને રોકી નહીં શકે. નેવીની ક્ષમતા હવે નવી ઊંચાઈ પર પહોંચશે. આ મિશન ભારતને વૈશ્વિક સ્પેસ લીડર બનાવશે અને યુવાનોને પ્રેરિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ઈસરો તથા તેના વૈજ્ઞાાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું, ઈસરોની આ સફળતાથી અમે ગર્વ અનુભવીએ છીએ. સીએમએસ-૦૩ના લોન્ચિંગ પર અભિનંદન. આપણા વૈજ્ઞાાનિકોની મહેનતથી સ્પેસ સેક્ટર ઈનોવેશનનું પ્રતીક બની ગયું છે. તે રાષ્ટ્રીય વિકાસને ગતિ આપશે.

વર્ષ ૨૦૨૫માં ઈસરોની આ ત્રીજી મોટી સફળતા છે. ચંદ્રયાન-૩ પછી આ લોન્ચિંગ ભારતની સ્પેસ મહત્વાકાંક્ષાઓને મજબૂત કરે છે. એલવીએમ૩ને બાહુબલી કહે છે, કારણ કે તે ભારી પેલોડ સરળતાથી હેન્ડલ કરે છે. નિસાર અને ગગનયાન જેવા આગામી મિશન માટે આ સફળતા મહત્વપૂર્ણ છે.

– જીસેટ-7આર સેટેલાઈટ ભારતીય નેવીનું નવું હથિયાર

શ્રીહરિકોટા: ભારતીય નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ જણાવ્યું કે, જીસેટ-૭આર ભારતના સમુદ્રી હિતોની સુરક્ષામાં ક્રાંતિ લાવશે. જીસેટ-૭આર સેટેલાઈટ ભારતીય નેવીનું નવું હથિયાર બનશે. આ સેટેલાઈટ સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઈન અને બનાવાયો છે. આ સેટેલાઈટ હિન્દ મહાસાગરના ૭૦ ટકા ભાગ અને ભારતની જમીન પર મજબૂત સિગ્નલ આપશે. નેવીના જહાજ, ફાઈટર વિમાન, સબમરીન અને ઓપરેશન સેન્ટર્સ વચ્ચે અવાજ, ડેટા અને વીડિયો કોમ્યુનિકેશન શક્ય બનશે. આ સેટેલાઈટમાં અનેક બેન્ડ્સવાળા ટ્રાન્સપોન્ડર્સ છે, જે હાઈ-સ્પીડ બેન્ડવિડ્થ આપશે, જે કનેક્શનને સુરક્ષિત અને બ્રેક વિનાના બનાવશે. આ સેટેલાઈટ ૧૦૦ ટકા દેશી પાર્ટ્સથી બનાવાયો છે, જે દર્શાવે છે કે ભારત હવે સ્પેસ ટેક્નોલોજીમાં આત્મનિર્ભર છે. નેવીને હવે વિદેશી સેટેલાઈટ્સની ઓછી જકૂર પડશે. તેનાથી સમુદ્રમાં દુશ્મનોની પ્રવૃત્તિઓ પર નજર રાખવી અને તુરંત જવાબ આપવો સરળ થશે. આ સેટેલાઈટ આગામી ૧૫ વર્ષ સુધી ભારતીય નેવીને કમ્યુનિકેશન સેવા પૂરી પાડશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here