NATIONAL : કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેની NSA હટાવી, અટકાયતનો પણ તાત્કાલિક અસરથી અંત

0
19
meetarticle

કેન્દ્ર સરકારે લદ્દાખમાં ચાલી રહેલા ગતિરોધનો અંત લાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. ગૃહ મંત્રાલયે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ મળેલી શક્તિઓનો પ્રયોગ કરીને લદ્દાખના પ્રમુખ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની અટકાયત તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લીધો છે.

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા ઓફિશિયલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર લદ્દાખમાં શાંતિ, સ્થિરતા અને પરસ્પર વિશ્વાસનો માહોલ બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ નિર્ણય તમામ હિતદધારકો (Stakeholders) સાથે “રચનાત્મક અને અર્થપૂર્ણ વાતચીત” ને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે.

સરકારનું માનવું છે કે આ પગલાંથી લદ્દાખની માંગણીઓને લઈને ચાલી રહેલા ગતિરોધને ખતમ કરવામાં મદદ મળશે. સોનમ વાંગચુક છેલ્લા લાંબા સમયથી લદ્દાખને છઠ્ઠી અનુસૂચિ (6th Schedule)માં સમાવવા અને રાજ્યનો દરજ્જો આપવા જેવી માગોને લઈને આંદોલન કરી રહ્યા છે.

તેમની અટકાયતથી લદ્દાખ અને દેશના અન્ય ભાગોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા. હવે જ્યારે તેમની અટકાયત સમાપ્ત થઈ ગઈ છે, ત્યારે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કેન્દ્ર સરકાર અને લદ્દાખના પ્રતિનિધિમંડળો વચ્ચે વાટાઘાટોનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે.

વાંગચુક વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) જેવી કડક જોગવાઈઓના ઉપયોગથી નાગરિક સમાજ અને વિરોધ પક્ષો તરફથી તીખી પ્રતિક્રિયાઓ આવી હતી. ગૃહ મંત્રાલયે હવે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકાર અને લદ્દાખ વચ્ચેના વિશ્વાસના અભાવને દૂર કરવા માટે ભવિષ્યમાં સકારાત્મક ચર્ચાઓને ધ્યાનમાં રાખીને જ મુક્તિ સુનિશ્ચિત કરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here