ફેબુ્રઆરી, ૨૦૨૬માં ખાદ્ય અને બિન ખાદ્ય વસ્તુઓનાં ભાવ વધવાને કારણે જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને ૨.૧૩ ટકા થયો છે જે ૧૧ મહિનાની ઉચ્ચ સપાટીએ છે તેમ સરકાર દ્વારા જારી આંકડામાં જણાવવામાં આવ્યું છે. જો કે ગયા મહિનાની સરખામણીમાં શાકભાજીનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે સળંગ ચોથા મહિને જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો જાન્યુઆરી, ૨૦૨૬માં ૧.૮૧ ટકા અને ફેબુ્રઆરી, ૨૦૨૫માં ૨.૪૫ ટકા હતો.
અર્થશાસ્ત્રીઓનાં જણાવ્યા અનુસાર જો ઓઇલનાં ભાવ વધશે તો જથ્થાબંધ ફુગાવો હજુ પણ વધવાની શક્યતા છે. સરકારે જારી કરેલા આંકડાઓ અનુસાર ફેબુ્રઆરી, ૨૦૨૬માં ખાદ્ય ફુગાવો ૨.૧૯ ટકા રહ્યો છે. જે ગયા મહિને ૧.૫૫ ટકા હતો.
જો કે શાકભાજીની વાત કરવામાં આવે તો જાન્યુઆરી, ૨૦૨૬માં શાકભાજીનો ફુગાવો ૬.૭૮ ટકા હતો. જે ફેબુ્રઆરી, ૨૦૨૬માં ઘટીને ૪.૭૩ ટકા થઇ ગયો છે. ફેબુ્રઆરીમાં બટાકા, દાળો, ઇંડા અને માંસ, માછલીનાં ભાવમાં વધારો થયો હતો.
ઔદ્યોગિક પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે અન્ય વસ્તુઓનું ઉત્પાદન, બેઝિક મેટલનું ઉત્પાદન, બિન ખાદ્ય વસ્તુઓ, ખાદ્ય વસ્તુઓ અને ટેક્સટાઇલ વગેરે નાં ભાવ વધવાને કારણે ફેબુ્રઆરીમાં જથ્થાબંધ ફુગાવામાં વધારો જોવા મળ્યો છે.
ઇંધણ અને ઉર્જા કેટેગરીનાં ફુગાવામાં ઘટાડોનો ક્રમ ફેબુ્રઆરીમાં પણ ચાલુ રહ્યો છે. ફેબુ્રઆરીમાં ઇંધણ અને ઉર્જાનો ફુગાવો ૩.૭૮ ટકા રહ્યો છે. જે જાન્યુઆરીમાં ૪.૦૧ ટકા હતો. ફેબુ્રઆરીમાં વૈશ્વિક સ્તરે ઓઇલનો સરેરાશ ભાવ ૬૮ ડોલર પ્રતિ બીબીએલ હતો. જે જાન્યુઆરીમાં ૬૩ ડોલર પ્રતિ બીબીએલ હતો.
ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહમાં જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ફેબુ્રઆરી, ૨૦૨૬માં રીટેલ ફુગાવો ૩.૨ ટકા રહ્યો છે. જે જાન્યુઆરીમાં ૨.૭૫ ટકા હતો.
Vuçþ{ytheમાં રીટેલ પછી જથ્થાબંધ ફુગાવામાં પણ વધારો
ફેબુ્રઆરીમાં જથ્થાબંધ ફુગાવો વધીને ૨.૧૩ ટકા ઃ ૧૧ મહિનાની ટોચે
જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો જાન્યુઆરી, ૨૦૨૬માં ૧.૮૧ ટકા અને ફેબુ્રઆરી, ૨૦૨૫માં ૨.૪૫ ટકા હતો
વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલનાં ભાવ વધશે તો જથ્થાબંધ ફુગાવામાં હજુ પણ વધારો થવાની અર્થશાસ્ત્રીઓની ચેતવણી
સળંગ ચોથા મહિને જથ્થાબંધ ફુગાવામાં વધારો ઃ ફેબુ્રઆરી, ૨૦૨૬માં ખાદ્ય ફુગાવો ૨.૧૯ ટકા રહ્યો છે જે ગયા મહિને ૧.૫૫ ટકા હતો
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૬