NATIONAL : જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી

0
19
meetarticle

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ આજે ગૃહનો માહોલ ગરમાઈ ગયો હતો. નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના ધારાસભ્યોએ પશ્ચિમ એશિયામાં જારી યુદ્ધને લઈને વિધાનસભા પરિસરમાં આકરો દેખાવ કર્યો હતો. ધારાસભ્યોએ હાથમાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈની તસવીર અને પોસ્ટર લહેરાવતા દેખાવ કર્યા હતા. જેને લઈને હોબાળો મચી ગયો હતો અને ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કીની સ્થિતિ સર્જાઈ હતી.

ઈઝરાયલ અને અમેરિકા વિરોધી નારેબાજી

ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો વેલમાં ઉતરી આવ્યા હતા. ધારાસભ્યોએ ઈઝરાયલ મુરદાબાદ અને અમેરિકા વિરોધી નારેબાજી કરી હતી. આ દેખાવોનું નેતૃત્વ કરી રહેલા એનસી નેતા તનવીર સાદિક અને અન્ય ધારાસભ્યોએ ઈરાન પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી અની ઈઝરાયલી હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here