NATIONAL : દિલ્હીમાં IRS અધિકારીની પુત્રી પર ઘરે બળાત્કાર અને હત્યા,આરોપીની પોલીસે કરી ધરપકડ

0
14
meetarticle

દેશની રાજધાની નવી દિલ્હીના અમર કોલોની વિસ્તારમાં થયેલા ચોંકાવનારા હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. IRS અધિકારીની 22 વર્ષીય પુત્રીની હત્યાના મુખ્ય આરોપી રાહુલ મીણાને પોલીસે ધરપકડ કરી લીધી છે. તેને દ્વારકાના એક હોટેલમાંથી પકડવામાં આવ્યો હતો. પોલીસ તપાસ મુજબ, રાહુલ મીના અગાઉ આ IRS અધિકારીના ઘરે નોકરી કરતો હતો, પરંતુ લગભગ બે મહિના પહેલા તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

ઘટનાના દિવસે યુવતીના માતા-પિતા સવારે વોક માટે બહાર ગયા હતા

ઘટના બાદથી જ પોલીસને તેના પર શંકા હતી. CCTV ફૂટેજના આધારે તેની ઓળખ પક્કી કરવામાં આવી. માહિતી મુજબ, આરોપી સાંજે લગભગ 6:30 વાગ્યે કોલોનીમાં દાખલ થયો અને 6:39 વાગ્યે ઘરમાં પ્રવેશ કર્યો. આશરે 7:20 વાગ્યે તે ત્યાંથી નીકળી ગયો હતો. ઘટનાના દિવસે યુવતીના માતા-પિતા સવારે વોક માટે બહાર ગયા હતા. આ દરમિયાન આરોપીએ ઘરમાં ઘુસી મોબાઈલ ચાર્જિંગ કેબલથી યુવતીનું ગળું ઘુંટીને હત્યા કરી. યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

બળાત્કાર, હત્યા અને લૂંટ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો

પ્રાથમિક તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા પહેલા યૌન શોષણ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર, હત્યા અને લૂંટ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપ છે કે તે ઘરમાંથી લગભગ 2.5 લાખ રૂપિયા લઈ ભાગ્યો હતો. આ કેસ ઉકેલવા માટે દિલ્હી પોલીસે 15 ટીમો બનાવીને દિલ્હી અને રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોમાં તપાસ ચલાવી હતી. અંતે સંયુક્ત ઓપરેશનમાં તેને ઝડપી પાડવામાં આવ્યો. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી નોકરીમાંથી કાઢી મૂકવાથી નારાજ હતો અને બદલો લેવા માટે આ ભયાનક ગુનો કર્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here