NATIONAL : નિકાસ મોરચે ઉદ્ભવેલા પડકારો વચ્ચે પણ રૂપિયાની નરમાઈને સહન કરવાનો RBIનો વ્યૂહ

0
45
meetarticle

નિકાસ મોરચે ભારત દ્વારા હાલમાં સામનો કરાઈ રહેલા પડકારોને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ડોલર સામે રૂપિયાની નબળાઈને હાલમાં સહન કરવાનું ચાલુ રાખશે તેવો બજારમાં મત પ્રવર્તી રહ્યો છે. વેપાર ખાધ ઉપરાંત ડોલર ઈન્ફલોસ અટકી પડવાને કારણે ભારત હાલમાં બહારી આંચકાનો સામનો કરી રહ્યું છે. વર્તમાન વર્ષમાં રૂપિયાને ઘટતો અટકાવવા રિઝર્વ બેન્કે અવારનવાર દરમિયાનગીરી કરી હતી અને નોંધપાત્ર ડોલર વેચ્યા હતા. 

જો કે છેલ્લા આઠ સત્રમાં રૂપિયામાં ૧.૪૦ ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે. ડોલર સામે રૂપિયાના ભાવમાં ભારે વોલેટિલિટી અથવા તો સટ્ટાકીય વેપારના કિસ્સામાં જ પોતે દરમિયાનદગીરી કરતી હોય છે અને રૂપિયાને કોઈ ચોક્કસ સ્તર સુધી જાળવવા માટે દરમિયાનગીરી કરાતી નહીં હોવાના રિઝર્વ બેન્ક હાલમાં સંકેત આપી રહી છે, એમ ફોરેકસ માર્કેટના એક વિશ્લેષકે જણાવ્યું હતું.

અમેરિકા દ્વારા વેપારમાં સંરક્ષણવાદની નીતિને  કારણે રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યું છે. 

વર્તમાન વર્ષના પ્રથમ નવ મહિનામાં રિઝર્વ બેન્કે ખુલ્લા બજારમાં ૩૮ અબજ ડોલરનું વેચાણ કર્યું છે. ૨૦૨૪ના ઓકટોબરથી ડોલર સામે રૂપિયો સતત દબાણ હેઠળ રહ્યા કરે છે. ગયા વર્ષના ઓકટોબરમાં ડોલરનો ભાવ ૮૪ રૂપિયા જેટલો હતો જે હાલમાં ૯૦ ડોલરની ઉપર પહોંચી ગયો છે. 

ફન્ડામેન્ટલ જ જ્યારે રૂપિયાની વિરુદ્ધમાં હોય ત્યારે ફોરેકસ રિઝર્વમાંથી ડોલર ઘટાડવાનો કોઈ મતલબ નહીં હોવાનું એક બેન્કરે જણાવ્યું હતું અને રિઝર્વ બેન્ક આવતી કાલે તેની સમીક્ષા બેઠકના અંતે કદાચ આ સંદર્ભમાં કોઈ નિવેદન કરશે તેમ જણાય છે. સામાન્ય રીત જ્યારે ડોલર મજબૂત બનતો હોય છે ત્યારે દેશના નિકાસકારોને તેનો લાભ થતો હોય છે અને આયાતકારો માટે સ્થિતિ પ્રતિકૂળ બને છે.

હાલમાં અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૫૦ ટકા ટેરિફ લાગુ કરવામાં આવી છે જેને પરિણામે અમેરિકામાં ભારતની નિકાસ ઘટી રહી  છે એટલું જ નહીં વિશ્વના અન્ય દેશોમાં પણ ભારતે નિકાસ સામે સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. 

રૂપિયાની નબળાઈથી FPIના રોકાણ પર દબાણ ચાલુ રહેવાની શક્યતા 

યુએસ ડોલર સામે રૂપિયામાં તીવ્ર ઘટાડો વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના (એફપીઆઈ) રોકાણ પર દબાણ ચાલુ રહેવાની શક્યતા છે, કારણ કે કોર્પોરેટ કમાણીમાં સુધારો અને યુએસ સાથે વેપાર સોદા પર પ્રગતિ કોઈપણ આઉટફ્લોને ઉલટાવી શકાય તે માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

 વિશ્લેષકોએ આ નબળાઈને નિકાસમાં ઘટાડો (ઘણા ભારતીય માલ પર ૫૦ ટકા સુધીના યુએસ ટ્રેડ ટેરિફથી પ્રભાવિત) અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા સતત વેચાણને આભારી ગણાવ્યો છે. નિષ્ણાતો કહે છે કે રૂપિયાની નબળાઈ એફપીઆઈ રોકાણ માટે નજીકના ગાળાના દ્રષ્ટિકોણને અસર કરી શકે છે. જો કે, ભારતનું મજબૂત અર્થતંત્ર ફટકાને ઘટાડવામાં મદદ કરશે. વધુમાં, તેમણે કહ્યું કે રૂપિયાની નબળાઈ કમાણી વૃદ્ધિના અંદાજમાં કોઈ ફેરફાર કરશે નહીં.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here