NATIONAL : પૈસાનો ‘જંગ’ અને ૪૦ વર્ષનો ‘વનવાસ’: ન્યાય મળ્યો કે ન્યાયની ક્રૂર મજાક?

0
24
meetarticle


નવી દિલ્હી/અમદાવાદ: કહેવાય છે કે ‘ન્યાયમાં વિલંબ એટલે ન્યાયનો ઈન્કાર’, પણ હરિયાણા રોડવેઝના કંડક્ટર રણવીર સિંહ યાદવે સાબિત કરી દીધું કે જો હિંમત હોય તો ગમે તેટલા વર્ષો લાગે, સત્યને દબાવી શકાતું નથી. માત્ર ૫ પૈસા માટે એક વ્યક્તિએ આખી જિંદગી કોર્ટના ઉંબરા ઘસવામાં વિતાવી દીધી.
ઘટના શું હતી?
વર્ષ ૧૯૮૫માં રણવીર સિંહ યાદવ પર આરોપ લાગ્યો હતો કે તેમણે ૧૦ પૈસાની ટિકિટમાં ૫ પૈસાની ગેરરીતિ કરી છે. આ મામૂલી રકમ માટે તંત્રએ તેમને નોકરીમાંથી પાણીચું પકડાવી દીધું. ત્યારથી શરૂ થયો સત્ય માટેનો સંઘર્ષ જે ૨૦૨૪-૨૫ સુધી એટલે કે પૂરા ૪૦ વર્ષ ચાલ્યો.


કોર્ટનો આદેશ: વિજય થયો પણ મોડો…
લાંબી કાનૂની લડત બાદ કોર્ટે રણવીર સિંહને નિર્દોષ જાહેર કર્યા અને તંત્રને ઝાટકણી કાઢતા નીચે મુજબ ચૂકવણી કરવાનો આદેશ આપ્યો:

  • ₹૩૦,૦૦૦ નું વળતર.
  • ₹૧.૨૮ લાખ ગ્રેચ્યુઈટી પેટે.
  • ₹૧.૩૭ લાખ CPF પેટે.
    સોશિયલ મીડિયા પર આક્રોશ: “આ ન્યાય નથી, સિસ્ટમની નિષ્ફળતા છે”
    ઈન્ટરનેટ પર આ સમાચાર વાયુવેગે ફેલાતા લોકોનો પિત્તો ગયો છે. લોકો પૂછી રહ્યા છે:

“જે માણસની આખી જિંદગી કોર્ટમાં વેડફાઈ ગઈ, તેની યુવાની અને માનસિક શાંતિનું વળતર આ રકમ આપી શકશે? ૫ પૈસા માટે ૪૦ વર્ષ સુધી લડાવવું એ ન્યાય નહીં પણ સિસ્ટમની નિર્દયતા છે.”

‘પાક્કો ગુજરાત’નો સવાલ:
આજે જ્યારે કરોડોના કૌભાંડો કરનારાઓ આરામથી ફરે છે, ત્યારે એક ગરીબ કંડક્ટરને ૫ પૈસા માટે ૪૦ વર્ષ સુધી હેરાન કરવામાં આવ્યા. શું આપણી સિસ્ટમ ગરીબો માટે આટલી જ કઠોર છે? રણવીર સિંહ યાદવ જીતી તો ગયા, પણ આ જીતનો આનંદ માણવા માટે તેમની પાસે હવે જિંદગીના છેલ્લા વર્ષો જ બાકી રહ્યા છે.
તંત્ર જાગે તો સારું: ૫ પૈસાની કિંમત ૪૦ વર્ષ જેટલી મોંઘી ન હોવી જોઈએ!

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here