NATIONAL : બંગાળમાં CAA હેઠળ કેમ્પનું આયોજન કરશે ભાજપ, બાંગ્લાદેશી હિન્દુઓને નાગરિકતા અપાશે

0
70
meetarticle

પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે યોજાનારી ચૂંટણીઓ અને મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પહેલાં, ભાજપે CAA કાર્ડ સામે લાવ્યું છે. દિવાળી બાદ ભાજપ સક્રિય થયું છે અને રાજ્યભરમાં 1000થી વધુ CAA શિબિરો લગાવશે. ચૂંટણીઓ નજીક આવતાં કેમ્પોની સંખ્યા વધારવામાં આવશે, જેનો હેતુ બાંગ્લાદેશથી સતાવાયેલા હિન્દુ શરણાર્થીઓને CAA હેઠળ નાગરિકતા માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાનો છે.

CAA શરૂઆતથી એજન્ડામાં, સરહદી વિસ્તારોમાં 1000+ શિબિરો

બંગાળ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સમિક ભટ્ટાચાર્યએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘CAA શરૂઆતથી જ ભાજપના એજન્ડામાં સામેલ હતું. કોવિડ મહામારીને કારણે નિયમો બનાવવામાં થોડો વિલંબ થયો, પરંતુ હવે પાર્ટી સંપૂર્ણપણે તૈયાર છે.’ ભટ્ટાચાર્યએ સ્પષ્ટ કર્યું કે, ‘રાજ્યભરમાં 1000થી વધુ શિબિરોનું આયોજન કરવામાં આવશે. તેમણે ખાસ ભાર મૂક્યો કે સરહદી વિસ્તારોમાં જ્યાં વસ્તી વિષયક ફેરફારો જોવા મળી રહ્યા છે, ત્યાં વધુ શિબિરો હશે, કારણ કે અમે જોઈ રહ્યા છીએ કે ઘણા સરહદી જિલ્લાઓની વસ્તી વિષયક બદલાઈ રહી છે.’બાંગ્લાદેશ સરહદી જિલ્લાઓ પર આ અભિયાન કેન્દ્રિત 

ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અભિયાન મુખ્યત્વે બાંગ્લાદેશને અડીને આવેલા જિલ્લાઓ પર કેન્દ્રિત રહેશે. ઉત્તર 24 પરગણા, નદિયા (દક્ષિણ બંગાળ) અને કૂચબિહાર, ઉત્તર દિનાજપુર (ઉત્તર બંગાળ) નો સમાવેશ થાય છે.

એક વરિષ્ઠ નેતાએ માહિતી આપી હતી કે આ ઝુંબેશમાં ભાજપના એકમો સાથે અન્ય હિન્દુ સંગઠનો અને સ્થાનિક ક્લબોને પણ સામેલ કરવામાં આવી રહ્યા છે. આની તૈયારીરૂપે, બુધવારે કોલકાતામાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષના નેતૃત્વમાં એક કાર્યશાળા યોજવામાં આવી હતી, જેમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને CAA સંબંધિત તાલીમ આપવામાં આવી હતી. સૂત્રોના મતે, આ તાલીમ પામેલા કાર્યકર્તાઓ હવે તેમના વિસ્તારોમાં જઈને લોકોને નાગરિકતા પ્રમાણપત્ર માટે અરજી કરવામાં સહાય કરશે.

CAA હિન્દુઓ માટે લક્ષ્મણ રેખા છે

એક વરિષ્ઠ ભાજપ નેતાના જણાવ્યા અનુસાર, ‘લોકોને સમજાવવું જરૂરી છે કે CAA શા માટે આવશ્યક છે. આ અંગે ઘણી ગેરમાર્ગે દોરનારી માહિતી ફેલાવવામાં આવી છે, જેના કારણે લોકોમાં ભય પેદા થયો છે. અમારું લક્ષ્ય તેમને શિક્ષિત કરીને આશ્વસ્ત કરવાનું છે.’

ભાજપના ધારાસભ્ય અને રાજ્ય શરણાર્થી પ્રકોષ્ઠના સંયોજક અસીમ સરકારે કહ્યું કે, ‘અમે 2000થી 31 ડિસેમ્બર 2024 સુધી આવેલા એવા હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા માટે અરજી કરવા જણાવીશું જેમના નામ હજુ સુધી નોંધાયેલા નથી. અમારા મુખ્યમંત્રીએ શરણાર્થીઓને ખોટી દિશામાં દોર્યા છે, જ્યારે CAA તો હિન્દુઓ માટે ‘લક્ષ્મણ રેખા’ સમાન છે. આ આંદોલન સૌપ્રથમ 2004માં ઠાકુરનગરથી મતુઆ પરિવાર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.’મતદાનના ધ્રુવીકરણ માટે મતુઆ અને શરણાર્થીઓ સુધી પહોંચ

સરકારે માહિતી આપી કે તેમની હરિંગહાટા વિધાનસભામાં ટૂંક સમયમાં જ માઇક અને પ્રચારના અન્ય માધ્યમો દ્વારા લોકોને અરજી કરવા પ્રેરિત કરતું અભિયાન શરૂ કરવામાં આવશે.

મતુઆ અને શરણાર્થી સમુદાયો સુધી પહોંચ ભાજપના સૂત્રો માને છે કે આ રાજ્યવ્યાપી અભિયાનથી હિન્દુ મતોનું ધ્રુવીકરણ થશે. પાર્ટીની વ્યૂહરચના એ છે કે ધાર્મિક સતામણીના કારણે 2024 સુધીમાં બાંગ્લાદેશથી ભારત આવેલા મતુઆ સમુદાય અને અન્ય હિન્દુ શરણાર્થી જૂથો સુધી પહોંચ બનાવવી. પાર્ટીના નેતાઓ દાવો કરે છે કે CAA અને આગામી SIR પ્રક્રિયા માત્ર કાયદેસર શરણાર્થીઓને નાગરિકતા અપાવવામાં જ નહીં, પણ રાજ્યમાં રહેલા બનાવટી મતદારો અને ગેરકાયદેસર મુસ્લિમ પ્રવાસીઓને ઓળખવામાં પણ મદદરૂપ સાબિત થશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here