NATIONAL : બેંગ્લુરુમાં કોકરોચનું ‘ચપ્પલ પ્રોટેસ્ટ’, ધ્રૂવ રાઠી પણ જોડાયો, જ્ઞાનેશ કુમાર સત્તા છોડોની નારેબાજી

0
16
meetarticle

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચની એસઆઈઆર (SIR) પ્રક્રિયા સામે દેશભરમાં વિરોધ પ્રદર્શનોનો સિલસિલો યથાવત છે. પટનાથી લઈને દિલ્હી સુધી વિપક્ષી દળો વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા બેંગલુરુના ફ્રીડમ પાર્ક ખાતે એક અનોખું ‘ચપ્પલ આંદોલન’ અને ‘જન-અદાલત’નું આયોજન કરવામાં આવ્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજ અને જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠી પણ વિશેષરૂપે સામેલ થયા હતા.

પ્રકાશ રાજ અને નેતાઓના આક્રમક પ્રહારો

બેંગલુરુના ફ્રીડમ પાર્કમાં ‘જન-અદાલત’ને સંબોધતા અભિનેતા પ્રકાશ રાજે એસઆઈઆર (SIR) હેઠળની વોટર વેરિફિકેશન પ્રક્રિયા સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભારતના ચૂંટણી પંચે એસઆઈઆરના માધ્યમથી સમગ્ર દેશનું અપમાન કર્યું છે.

લડાઇ જ્ઞાનેશ કુમારના રાજીનામાએ જ નહી અટકે

CJP નેતા અભિજીત દીપકેએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેમની લડાઈ માત્ર જ્ઞાનેશ કુમારના રાજીનામા પૂરતી મર્યાદિત નથી. જો તેઓ રાજીનામું આપે તો પણ અન્ય કોઈ આવશે, પરંતુ તેમની મુખ્ય માંગ એસઆઈઆર પ્રક્રિયાને સંપૂર્ણપણે નાબૂદ કરવાની છે અને ત્યારબાદ જ્ઞાનેશ કુમારની તપાસ થઈને તેમના વિરુદ્ધ કેસ નોંધવો જોઈએ. આંદોલન દરમિયાન ફ્રીડમ પાર્ક ખાતે “એસઆઈઆર રદ કરો” અને “જ્ઞાનેશ કુમાર ગદ્દી છોડો” જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

ચપ્પલ આંદોલન અને સરકાર પર ગંભીર આરોપ

CJP ના સહ-સંયોજક આશુતોષ રાંકાએ જણાવ્યું હતું કે આ ‘ચપ્પલ પ્રદર્શન’ એવા નાગરિકોના સમર્થનમાં યોજવામાં આવ્યું છે, જેના નામ એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાંથી કથિત રીતે ગેરકાયદેસર રીતે હટાવી દેવામાં આવ્યા હતા. સીએજીપી (CJP) દ્વારા દિલ્હીના જંતર-મંતર પર આગામી 10 ઓક્ટોબરે યોજાનાર પ્રદર્શન પહેલાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સરકાર દ્વારા વિરોધ પ્રદર્શનને રોકવા માટે દેશભરમાં તેમના હજારો સ્વયંસેવકોને અટકાયતમાં લેવામાં આવી રહ્યા છે. તેમ છતાં આંદોલનકારોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ પ્રકારની હિંસા વિના શાંતિપૂર્ણ રીતે પોતાની લડાઈ ચાલુ રાખશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here