NATIONAL : ભાઈ બીજનું શું છે મહાત્મ્ય? જાણો ભાઈને તિલક કરવા માટેના શુભ મુહૂર્ત અને પૂજન વિધિ

0
61
meetarticle

દેશભરમાં આજે ભાઈબીજના પર્વની ઉજવણી કરવામાં આવશે. દર વર્ષે કારતક મહિનાની દ્વિતીયા તિથી પર આ તહેવાર મનાવાય છે, યમરાજ સાથે સંબંધ હોવાના કારણે ભાઈબીજને યમ દ્વિતીયા પણ કહેવામાં આવશે. આજના દિવસે બહેનો ભાઈને તિલક કરી તેમનો સત્કાર કરે છે અને ભાઈના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે. 

શું છે માન્યતા? 

પરંપરા અને માન્યતા અનુસાર જે ભાઈ આજના દિવસે બહેનના ઘરે જઈ ભોજન ગ્રહણ કરે અને તિલક કરાવે તેની અકાળે મૃત્યુ થતી નથી. કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ નરકાસુરનો વધ કરી ભાઈ બીજના દિવસે પરત ફર્યા હતા. ત્યારે બહેન સુભદ્રાએ તેમનો સત્કાર કરી તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. 

બહેનોએ ભાઈને તિલક લગાવવાના શુભ મુહૂર્તઅભિજીત મુહૂર્ત: સવારે 11.43થી બપોરે 12.28 સુધી

બીજું મુહૂર્ત: બપોરે 1.13થી 3.28 સુધી

ગોધૂલિ મુહૂર્ત: સાંજે 5.43થી 6.48 સુધી

પૂજન વિધિ 

બહેનોએ ભાઈ માટે વિશેષ થાળ તૈયાર કરવો. જેમાં અક્ષત, શ્રીફળ, મીઠાઈ પણ મૂકવી. સૌ પ્રથમ ગણેશજીની પૂજા કર્યા બાદ ભાઈને તિલક કરો. ભાઈને ફૂલ, પાન અને સોપારી આપી આરતી કરો અને મીઠાઇ ખવડવાવો. પોતાના હાથથી ભોજન પીરસો. 

ભાઈ બહેનોને કેવા પ્રકારની ભેટ આપી શકે?

વસ્ત્ર, આભૂષણ, સૌંદર્યની વસ્તુઓ, ચાંદીનો સિક્કો, મીઠાઈ, ચોકલેટ વગેરે…

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here