NATIONAL : ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો

0
115
meetarticle

પશ્ચિમ બંગાળમાં રાજકીય માહોલ ફરી એકવાર ગરમાયો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભાજપ વચ્ચે ચાલી રહેલા વાકયુદ્ધમાં હવે બંગાળી વિરુદ્ધ ગુજરાતીનો મુદ્દો ગાજ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બંગાળ પ્રવાસ બાદ TMC સાંસદ મહુઆ મોઇત્રાએ એક એવું નિવેદન આપ્યું છે. જેનાથી સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શું કહ્યું મહુઆ મોઇત્રાએ?

એક ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન મહુઆ મોઇત્રાએ બંગાળી સમુદાયના ગૌરવની વાત કરતા સીધો પ્રશ્ન કર્યો કે, “અમે અંગ્રેજો સામે સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર્યું, ત્યારે ગુજરાતીઓ કોણ હતા?” તેમણે દાવો કર્યો કે કાલાપાણીમાં શહીદ થયેલા અને કેદ થયેલા લોકોમાં 68% બંગાળીઓ હતા અને ત્યારબાદ પંજાબીઓ હતા. તેમણે પડકાર ફેંકતા પૂછ્યું કે, “શું તમે મને ત્યાં હાજર રહેલા કોઈ એક ગુજરાતીનું નામ આપી શકો છો?” વધુમાં તેમણે વીર સાવરકરનો ઉલ્લેખ કરતા તેમને ગુજરાતી ગણાવ્યા, જેના પર પણ લોકોએ તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે, વીર સાવરકર મરાઠી હતા.

સોશિયલ મીડિયા પર પલટવાર ગાંધી અને પટેલને ભૂલી ગયા?

મહુઆ મોઇત્રાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેની ઝાટકણી કાઢી હતી. લોકો પૂછી રહ્યા છે કે શું સાંસદ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન ગુજરાતી નેતાઓના યોગદાનને ભૂલી ગયા છે?  એક યુઝરે દાદાભાઈ નૌરોજી, શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ ભીખાઈજી કામા અને અનસૂયા સારાભાઈ સહિત 30થી વધુ ગુજરાતી સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદી શેર કરી મહુઆ મોઇત્રાને તમાચો જડ્યો હતો. અન્ય યુઝર્સે ટકોર કરી કે ભારતને એકજૂથ કરનાર લોખંડી પુરુષ સરદાર પટેલ અને અહિંસાના માર્ગે આઝાદી અપાવનાર ગાંધીજી બંને ગુજરાતી હતા.પ્રાદેશિક નફરત ફેલાવવાનો આરોપ

યુઝર્સે મહુઆ મોઇત્રાને સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ કર્યા હતા. તેઓ રાજકીય ફાયદા માટે પ્રાદેશિક નફરત ફેલાવી રહ્યા છે. શિવા દુબે નામના યુઝરે લખ્યું કે, “આઝાદી એ રાષ્ટ્રીય પ્રયાસ હતો, નહીં કે બંગાળ વિરુદ્ધ ગુજરાતનો કોઈ વિવાદ. એક સાંસદ તરીકે આ પ્રકારની નફરત ફેલાવવી શરમજનક છે.”

અમિત શાહ પર પણ પ્રહાર

મહુઆ મોઇત્રાએ અમિત શાહ પર આરોપ લગાવતા કહ્યું કે, “તમે દરેક બંગાળીને ગુનેગાર જાહેર કરી દીધા છે. પહેલા તમે અમારું અપમાન કરો છો, પછી વંચિત રાખો છો અને પછી હેરાન કરો છો.”

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here