NATIONAL : મહિલા કુસ્તીબાજોના જાતીય સતામણીના કેસમાં બ્રિજભૂષણ સિંહ નિર્દોષ જાહેર; કહ્યું, “રામની જે મરજી હશે તે જ થશે.” વિનેશ ફોગાટે કહ્યું, “આશા છોડી નથી; હાઈકોર્ટમાં જઈશું

0
12
meetarticle

દિલ્હીની એક કોર્ટે મહિલા કુસ્તીબાજો દ્વારા દાખલ કરાયેલા જાતીય સતામણીના કેસમાં ભૂતપૂર્વ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા ના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ અને સહ-આરોપી વિનોદ તોમરને નિર્દોષ જાહેર કર્યા છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અશ્વિની પનવારે ભૂતપૂર્વ ભાજપ સાંસદ સિંહ અને ભૂતપૂર્વ WFI સહાયક સચિવ તોમરને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. છ મહિલા કુસ્તીબાજો દ્વારા દાખલ કરાયેલા કેસમાં અંતિમ દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે 2 જુલાઈના રોજ આદેશ ત્રીજી ઓગષ્ટ સુધી અનામત રાખ્યો હતો. મે 2024 માં, કોર્ટે સિંહ સામે ગુનાહિત ધાકધમકીનો આરોપ ઘડવાનો આદેશ આપ્યો હતો. જોકે, છ મહિલા કુસ્તીબાજોમાંથી એક દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

બ્રિજભૂષણ બોલ્યા- જે રામે રચ્યું હશે તે જ થશે

ચુકાદા બાદ પૂર્વ સાંસદ જ્યારે પોતાના નિવાસસ્થાને પહોંચ્યા, ત્યારે સમર્થકોએ તેમના પર ફૂલો વરસાવ્યા. અબીલ-ગુલાલ લગાવીને તેમનું સ્વાગત કર્યું. રિપોર્ટરે પૂછ્યું કે તમારા માટે આ કેટલી મોટી ખુશીની ક્ષણ છે? આના પર બ્રિજભૂષણ બોલ્યા- જે રામે રચ્યું હશે તે જ થશે.પુત્ર કરણ ભૂષણે ફેસબુક પર પોસ્ટ કર્યું. લખ્યું- ષડયંત્ર નિષ્ફળ ગયું, સત્યનો વિજય થયો. પિતાજી સન્માનપૂર્વક નિર્દોષ છૂટ્યા. સત્યમેવ જયતે! ત્યાં જ, WFIના અધ્યક્ષ સંજય કુમાર સિંહે કહ્યું- “બ્રિજભૂષણ પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા. આજે તેમને સન્માનપૂર્વક નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે. આનાથી સમગ્ર કુસ્તી જગતમાં ખુશીનો માહોલ છે.”

‘આખી સિસ્ટમ બ્રિજભૂષણને બચાવવામાં લાગી હતી’- વિનેશ ફોગાટ

બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ છૂટ્યા બાદ ભારતીય પહેલવાન વિનેશ ફોગાટે નારાજગી વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે મહિલા પહેલવાનો આ ચુકાદાથી નિરાશ છે, પરંતુ તેમની લડાઈ પૂરી થઈ નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે કોર્ટના આ ચુકાદા સામે ટૂંક સમયમાં જ હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર જાહેર કરેલા નિવેદનમાં વિનેશ ફોગાટે આરોપ લગાવ્યો કે શરૂઆતથી જ સત્તા અને વ્યવસ્થાએ બ્રિજભૂષણ શરણ સિંહને બચાવવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું, ‘સત્તાધારી પક્ષના એક શક્તિશાળી નેતા સામે FIR નોંધાવવા માટે અમારે રસ્તા પર ઊતરવું પડ્યું. બ્રિજભૂષણે પોતાના રાજકીય પ્રભાવ અને તાકાતનો ઉપયોગ કરીને ઘણી મહિલા પહેલવાનો પર ફરિયાદ પાછી ખેંચવા દબાણ કર્યું.’તેણે વધુમાં કહ્યું, ‘આમ છતાં ઘણી મહિલા પહેલવાનો અડગ રહી અને કોર્ટમાં કાનૂની લડાઈ ચાલુ રાખી. અમને અત્યંત નિરાશા છે કે કોર્ટે મહિલા પહેલવાનો દ્વારા મૂકવામાં આવેલા જાતીય સતામણીના આરોપોમાં બ્રિજભૂષણ શરણ સિંહને દોષિત ન માન્યા.’ વિનેશે વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતા કહ્યું, ‘શરૂઆતથી જ આખી સિસ્ટમ, સરકાર અને આખું તંત્ર બ્રિજભૂષણને બચાવવામાં લાગેલું હતું.’

‘અમે આશા છોડી નથી, ઉપલી કોર્ટમાં જઈશું’

વિનેશ ફોગાટે કહ્યું કે મહિલા પહેલવાનોએ પોતાના વકીલોને ચુકાદા સામે અપીલ કરવાનો નિર્દેશ આપી દીધો છે અને ટૂંક સમયમાં જ ઉપલી કોર્ટમાં અપીલ કરવામાં આવશે. અમે આશા છોડી નથી અને અમારી લડાઈ ચાલુ રહેશે.’

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here