NATIONAL : શાળા-કોલેજ અને સરકારી કચેરી-ગાડીઓ ઠપ, પગારમાં કાપ…: યુદ્ધના કારણે પાકિસ્તાનની હાલત ખરાબ

0
19
meetarticle

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વના અનેક દેશોનું ટેન્શન વધ્યું છે. મિડલ ઈસ્ટના દેશોમાંથી ઓઈલ અને ગેસની સપ્લાય લગભગ ઠપ પડી ગઈ છે. જેના કારણે અનેક દેશોમાં હાલત ખરાબ છે. ત્યારે પડોશી દેશ પાકિસ્તાનમાં તો ઓઈલ-ગેસની એટલી અછત સર્જાઈ છે કે સરકારે કર્મચારીઓના પગારમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે. શાળાઓ પર તાળાં લગાવી દેવામાં આવ્યા છે. 

1. પાકિસ્તાનમાં ભયાનક ઈંધણ સંકટ પેદા થયું છે. જે બાદ શાહબાઝ સરકારે 

રાતોરાત પેટ્રોલના ભાવમાં 55 પાકિસ્તાની રૂપિયાનો વધારો કર્યો છે. 

2. 31 માર્ચ સુધી તમામ શાળાઓમાં રજા જાહેર

3. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ક્લાસ ઓનલાઈન લેવામાં આવશે4. સરકારી વિભાગોના 50% કર્મચારીઓ ઘરેથી કામ કરશે ( વર્ક ફ્રોમ હોમ ) 

5. બેન્ક સિવાયની તમામ સરકારી કચેરીઓ અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ કાર્યરત રહેશે

6. પાકિસ્તાનના તમામ મંત્રીઓને બે મહિના સુધી પગાર અને ભથ્થાં નહીં મળે 

7. પાકિસ્તાનના તમામ ધારાસભ્યોના પગારમાં 25 ટકાનો કાપ

8. ઍમ્બ્યુયલન્સ અને સરકારી બસો સિવાયની તમામ સરકારી ગાડીઓના પેટ્રોલ-ડીઝલ ભથ્થાંમાં 50 ટકાનો કાપ

9. સરકારી જગ્યાઓ પર 60 ટકા વાહનો ઠપ

10. 3 લાખથી વધુ વેતન ધરાવતા અધિકારીઓનો બે દિવસનો પગાર કપાશે

11. તમામ સરકારી જગ્યાઓ પર જૂન મહિના સુધી નવી ગાડી, ફર્નિચર, એસી ખરીદવા પર રોક 

12. મંત્રીઓ અને અધિકારીઓના વિદેશ પ્રવાસ પર રોક 

13. ઈફ્તાર પાર્ટી, ઓફિશિયલ ડિનર, સેમિનાર પર રોક 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here