ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે રવિવારે (5 ઓક્ટોબર) માટે દેશના જુદા જુદા ભાગોમાં તેજ પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને પૂર્વ ભારતમાં સ્થિતિ ગંભીર રહી શકે છે, જ્યાં બિહાર અને પશ્ચિમ બંગાળ તેમજ સિક્કિમમાં અત્યંત ભારે વરસાદ (Extremely Heavy Rainfall) માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા 16 રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
બિહાર અને પશ્ચિમ બંગાળ તથા સિક્કિમમાં વિવિધ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારો માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કેરળ, માહે, પંજાબ, તમિલનાડુ, પુડુચેરી, પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

વીજળીના કડાકા, વાવાઝોડું અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપના પવન સાથે હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ અને ઉત્તરાખંડના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
આ સિવાય બિહાર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઝારખંડ, ઉત્તર આંતરિક કર્ણાટક, ઓડિશા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 30-40 કિ.મી પ્રતિ કલાકના પવન અને વીજળી સાથે ભારે પવનની આશંકા છે.
આ સિવાય હિમાચલ પ્રદેશ અને પંજાબના વિવિધ પ્રદેશમાં ભારે વરસાદ સાથે કરા પડી રહી શકે છે. તેમજ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો અને તેની નજીકના સોમાલિયાના કિનારે 45 કિમીથી 55 કિમી પ્રતિ કલાકની ઝડપના સખત સપાટીય પવન (Strong Surface Winds) ફૂંકાવાની આગાહી છે.

