NATIONAL : અંતિમ સમયે એરસ્પેસ બંધ થતા ભારતીય ફ્લાઇટો અટવાઇ

0
18
meetarticle

મુંબઇથી લંડન વચ્ચે ચાલતી ઇન્ડિગોની ફ્લાઇટને ઈજિપ્તના કૈરોમાં ડાયવર્ટ કરવી પડી હતી. જેને પગલે ૩૦૦ મુસાફરો કલાકો સુધી એરપોર્ટ પર જ અટવાયેલા રહ્યા હતા. ઇઝરાયેલ-ઇરાન યુદ્ધને કારણે કેટલાક વિસ્તારોમાં એરસ્પેસ ગમે ત્યારે બંધ કરી દેવાય છે જેથી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવી પડી રહી છે.  

પ્રાપ્ત માહિતી અનુસાર લંડનના હીથ્રો એરપોર્ટ પર ૯.૩૩ કલાકે ફ્લાઇટે ઉડાન ભરી હતી, ફ્લાઇટ ભારત આવવા રવાના થઇ હતી જોકે વચ્ચે રેડ સી પર રૂટ બદલી નાખ્યો હતો, અને કૈરો પહોંચી ગઇ હતી. ફ્લાઇટ પાથ ડેટા મુજબ યુરોપ ફરતે ફ્લાઇટે ટ્રાવેલિંગ કર્યું હતું, રેડ સી પર યુટર્ન મારવામાં આવ્યો હતો પછી ઇજિપ્તના કૈરોમાં લેન્ડિંગ કરાયું હતું જ્યાં આશરે આઠ કલાક સુધી ફ્લાઇટ પડી રહી હતી. એવી જ રીતે દિલ્હીથી માન્ચેસ્ટર જઇ રહેલી ઇન્ડિગોની વધુ એક ફ્લાઇટે સાત કલાકની ઉડાન બાદ પરત ફરવુ પડયું હતું. નોર્સ એરલાઇન્સ દ્વારા સંચાલિત ઇન્ડિગોની ફ્લાઇટ ૬ઇ૩૩એ ઇથિયોપિયા અને ઇરિટ્રિયાની સરહદ પાસેથી યુટર્ન લીધો હતો અને દિલ્હી પરત ફરી હતી. મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિને પગલે અંતિમ સમયે જ એરસ્પેસ બંધ કરી દેવાતા હવામાં જ ફ્લાઇટોએ પરત ફરવુ પડી રહ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here