NATIONAL : અનિલ અંબાણી ગ્રૂપના CFO અશોક પાલની ધરપકડ, મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી

0
50
meetarticle

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ ઓફ કંપનીઝના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર પાલની નકલી બેંક ગેરંટી કેસના સંદર્ભમાં મની લોન્ડરિંગના આરોપસર ધરપકડ કરી છે.

અનિલ અંબાણીને ઝટકો 

અશોક પાલની ધરપકડ અનિલ અંબાણીના બિઝનેસ સામ્રાજ્ય માટે વધુ એક ફટકો હોઈ શકે છે, જે પહેલાથી જ અનેક નાણાકીય અને કાનૂની પડકારોનો સામનો કરી રહ્યું છે.

શું છે મામલો? 

અશોક કુમાર પાલની ધરપકડ 68.2 કરોડ રૂપિયાન ફેક બેન્ક ગેરન્ટી મામલે થઇ છે. સૂત્રો મુજબ અશોકની ગુરુવારે રાતે દિલ્હીમાં તેમની ઓફિસે પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. આ સંપૂર્ણ મામલો ફેક ગેરન્ટી બનાવવા અને તેનો ઉપયોગ કરવા અંગેનો છે. એક ઓડિશાની કંપની બિસ્વાલ ટ્રેડ લિંક પ્રાઈવેટ લિમિટેડે 8 ટકાના કમિશને ફેક ગેરન્ટી તૈયારી કરી હતી. આ કંપની ફક્ત કાગળોમાં જ છે અને તેનો કોઈ અસલ કામ ધંધો છે જ નહીં.

છેતરપિંડી કેવી રીતે કરાઇ? 

આ કૌભાંડમાં લોકોએ ખૂબ ચાલાકી બતાવી. તેમણે એસબીઆઈના નકલી ઇમેલ સરનામા બનાવ્યા. અસલ એસબીઆઈનું ઈમેલ ‘sbi.co.in’ છે પણ તેમણે ‘s-bi.co.in’ જેવા ભળતા નામના સરનામા બનાવ્યા. તેનાથી એવું લાગ્યું કે આ એસબીઆઈનું અસલ ઈમેલ છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here