NATIONAL : અનુષ્કા યાદવની અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટમાં હસબન્ડ કોલમમાં Tej Pratap Yadavનું નામ આવ્યુ સામે

0
7
meetarticle

તેજ પ્રતાપ યાદવ અને અનુષ્કા યાદવે જ્યારે પોતાના પ્રેમ સંબંધોની પુષ્ટી કરી હતી ત્યારે લાલુ યાદવના પરિવારમાં ભૂકંપની સ્થિતિ જોવા મળી હતી. અને બાદમાં તેજ પ્રતાપના રાજકીય અને અંગત જીવન પર મોટી અસર થઇ હતી. તેઓને આરજેડી પક્ષમાંથી પણ કાઢી મુકાયા હતા. હવે ફરીવાર તેજ પ્રતાપ અને અનુષ્કા ચર્ચામાં આવ્યા છે. આ ચર્ચા અનુષ્કા યાદવે બાળકીને જન્મ આપ્યા બાદ ઉગ્ર બની છે. તેજ પ્રતાપે અનુષ્કા અને નવજાત બાળકી સાથે કોઇ સંબંધ ન હોવાનું જણાવ્યુ છે.

અનુષ્કા યાદવનું મેડિકલ પ્રિસ્ક્રિપ્શન વાયરલ થયુ છે. જેમાં અનુષ્કાની અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટમાં પતિના નામના સ્થાને તેજ પ્રતાપ યાદવનું નામ જોવા મળ્યુ છે. તેજ પ્રતાપે પત્રકાર પરિષદમાં બાળકીના પિતા તરીકે આકાશ ભાટીનું નામ કહ્યુ હતુ. અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવવાની માગ કરી છે. તેજ પ્રતાપે કહ્યુ હતુ કે, અનુષ્કા યાદવના ફ્લેટ પર આકાશ ભાટીની અવર-જવર રહેતી હતી. તેથી અનુષ્કા અને બાળકી સાથે આકાશનો સંબંધ છે તેમનો સંબંધ ન હોવાનો તેજ પ્રતાપે કહ્યુ હતુ.

અનુષ્કા યાદવ સાથે જોડાયેલ મેડિકલ પ્રિસ્ક્રિપ્શન ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ પ્રિસ્ક્રિપ્શન પટનાના કાંકરબાગમાં આવેલી મધરહૂડ હોસ્પિટલનું છે અને 7 ઓક્ટોબર, 2025 ના રોજનું છે. ડૉ. ઋતુરાજના આ પ્રિસ્ક્રિપ્શનમાં અનુષ્કા યાદવના સ્વાસ્થ્ય અને સારવારની વિગતો આપી છે. દર્દીની વિગતોના કોલમમાં તેજ પ્રતાપ યાદવનું નામ તેના પતિ-વાલીમાં દેખાય છે. જે વિવાદને વધુ ઘેરો બનાવે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here