NATIONAL : આજે ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી રાધાકૃષ્ણન વિજયના પ્રબળ દાવેદાર

0
105
meetarticle

દેશની ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને મંગળવારે મતદાન થવાનું છે. તેમા શાસક  પક્ષ એનડીઓના ઉમેદવારો સીપી રાધાક્રિષ્નનનો મુકાબલો ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર  સુદર્શન રેડ્ડી વચ્ચે છે. તેમા આંકડા મુજબ તો રાધાકૃષ્ણનનો વિજય નિશ્ચિત લાગે છે, જ્યારે વિપક્ષી ઉમેદવાર સુદર્શન રેડ્ડીને સાંસદોના અંતરાત્માના અવાજ પર વિશ્વાસ છે. તેથી આ ચૂંટણી રોમાંચક બની ગઈ છે.

સંસદના બંને ગૃહોમાં લોકસભા અને રાજ્યસભાના સભ્ય ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં મતદાન શરૂ કરે છે. રાધાકૃષ્ણનની તરફેણમાં જોઈએ તો ૪૩૯ અને સુદર્શન રેડ્ડીની તરફેણમાં જોઈએ તો ૩૨૪ સાંસદોનું સમર્થન મળવાની આશા છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે એનડીએ અને ઇન્ડિયા બ્લોક બંનેએ પોતાની પૂરેપરી તાકાત ઝીંકી દીધી છે. 

આ ચૂંટણીમાં બીજુ જનતાદળ અને ભારત રાષ્ટ્રી સમિતિએ મતદાન ન કરવાનો અને તેનાથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત આંધ્રના જગન રેડ્ડીએ પણ એનડીએ સરકારને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. સુદર્શન રેડ્ડી તેમને મળ્યા હતા, પરંતુ તેમણે જણાવ્યું હતું કે મારી અગાઉ રાજનાથસિંહ સાથે વાત થઈ ચૂકી છે. 

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે લોકસભા અને રાજ્યસભાના બંને સભ્યો મતદાન કરે છે. તે હિસાબે કુલ સાંસદોની સંખ્યા ૭૮૧ છે. તેથી વિજય માટે ૩૯૨ સાંસદોનું સમર્થન જરૂરી છે. લોકસભામાં જોઈએ તો એનડીએ પાસે અધ્યક્ષને છોડીને ૨૯૩ સાંસદો છે અને રાજ્યભામાં ૧૩૨ સાંસદો છે, જ્યારે અન્ય ૧૫ છે.  જ્યારે વિપક્ષ પાસે લોકસભામાં ૨૩૨ સાંસદો છે અને રાજ્યસભામાં ૭૭ સાંસદો છે. જ્યારે અન્ય ૩૦ છે. 

વિપક્ષને આશા છે કે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી જેટલી સાફ દેખાય છે તેટલી છે નહીં. કેટલાય સાંસદ પોતાના અંતરાત્માના અવાજ પર મતદાન કરી શકે છે. બી સુદર્શન રેડ્ડી પણ કહી ચૂક્યા છે કે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વ્હીપ હોતો નથી, તેથી ઘણા વિપક્ષી સાંસદ અંતરાત્માના અવાજ પર મતદાન કરી શકે છે. 

શાસક પક્ષ નંબર ગેમ પર મુસ્તાક છે. તેને તેના ૪૨૫ મત તો ફિક્સ છે, તેથી વિજય સ્પષ્ટ લાગે છે. જો કે આ આંકડો પણ ૨૦૨૨માં ધનખડને મળેલા ૫૨૫ બેઠકોના સમર્થન કરતાં ઓછો છે. જો કે વિપક્ષ અંતરાત્માના અવાજની વાત કરે છે તો શાસક પક્ષ પણ વિપક્ષમાંથી સમર્થન મેળવવામાં લાગેલો છે. રાજનાથસિંહે સાંસદ જગન મોહન રેડ્ડીથી લઈને બધા વિપક્ષી આગેવાન સાથે વાત કરી છે. આ ઉપરાંત ભાજપે તેના બધા સાંસદો માટે બે દિવસની કાર્યશાળાનું આયોજન કર્યુ, જેમા તેમને મતદાન પ્રક્રિયા અને ગુપ્ત મતદાનની ટેકનિકલ નિપુણતા અંગે વિસ્તૃત સૂચનાઓ અપાઈ.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here