નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ આજે બપોરે 12 વાગ્યે દેશભરમાં ઇન્ડિગોના વર્તમાન સંકટ પર નિવેદન આપશે. તેઓ વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે.
ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ રદ થવાનો સિલસિલો આજે પણ યથાવત છે. હાલ પણ યાત્રીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સરકારએ એરલાઇન્સને ફ્લાઇટમાં કટોતી કરવાનું કહ્યું છે.. આ નિર્ણય યાત્રીઓને થઇ રહેલી અસુવિધા ઓછી કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે. ઇન્ડિગોએ હજી સુધી ફ્લાઇટ રદ થવા અંગે સ્પષ્ટ કારણ દર્શાવ્યું નથી. ત્યારે આજે પણ 60થી વધારે ફ્લાઇટ કેન્સલ કરી દેવામાં આવી છે.
એક અઠવાડિયા સુધી ફ્લાઇટ રદ થયા પછી ઇન્ડિગો ફ્લાઇટ્સ હવે પાછી પાટા પર આવી ગઈ છે. મોટાભાગના ઇન્ડિગો એરલાઇન્સના વિમાનો ઉડાન ભરી રહ્યા છે. જોકે, ઇન્ડિગોએ સતત આઠમા દિવસે 60 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી છે. ઇન્ડિગોની વેબસાઇટ પરની માહિતી અનુસાર, આજે 9 ડિસેમ્બરના રોજ કુલ 67 ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આમાં ચેન્નાઈ, બેંગલુરુ અને તિરુવનંતપુરમ જેવા એરપોર્ટનો સમાવેશ થાય છે. દરમિયાન, ઇન્ડિગોની બેદરકારી બાદ સરકાર પણ કાર્યવાહીમાં આવી છે.

ઇન્ડિગો કટોકટી ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. ચેન્નાઈ એરપોર્ટ અનુસાર, તમિલનાડુના ચેન્નાઈ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની 18 પ્રસ્થાન અને 23 આગમન ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
ઇન્ડિગોએ છેલ્લા 7 દિવસમાં 4,500 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી. સરકાર કહે છે કે હવે ઇન્ડિગો ફ્લાઇટ્સ ઘટાડશે અને અન્ય એરલાઇન્સને કેટલાક સ્લોટ ફાળવશે. આજે કેરળના તિરુવનંતપુરમમાં પણ ઇન્ડિગોની ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. તમિલનાડુમાં 41 ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. કર્ણાટકના બેંગલુરુ એરપોર્ટ પર, ઇન્ડિગોએ 58 આવનારી અને 63 પ્રસ્થાન કરતી ફ્લાઇટ્સ પણ રદ કરી છે.કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ગઈકાલે સંસદમાં ઇન્ડિગોને ચેતવણી આપતા કહ્યું કે આ મામલાની તપાસ શરૂ થઈ ગઈ છે. સરકાર ભવિષ્યમાં બધી એરલાઇન્સ માટે ઉદાહરણ બેસાડવા માટે કડક પગલાં લેશે.

