NATIONAL : ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: મતદાનનો બહિષ્કાર કરનારા ત્રણ પક્ષો કોનો ખેલ બગાડશે? જાણો સમીકરણ

0
31
meetarticle

દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી આજે સવારે 10 વાગ્યે શરૂ થઈ ચૂકી છે. સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે. એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન અને I.N.D.I.A ગઠબંધનના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. વડાપ્રધાન મોદીએ પ્રથમ મત આપી મતદાનનો પ્રારંભ કરાવ્યો છે. બીજેડી, બીઆરએસ, અને અકાલી દળે મતદાનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. જેથી મુકાબલો રોચક બન્યો છે.

સંસદના બંને સદન લોકસભા અને રાજ્યસભાના સભ્યો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરે છે. ‘નંબર ગેમ’ ની દ્રષ્ટિએ એનડીએના રાધાકૃષ્ણનનું પલડું ભારે છે. પરંતુ I.N.D.I.A ગઠબંધનના4 બી. સુદર્શનને ઉમેદવાર બનાવી વિપક્ષને એકજૂટ કરવાનો દાંવ રમ્યો છે. મતદાન પહેલાં વિપક્ષના ત્રણ પક્ષે મતદાનથી અંતર જાળવ્યું છે. જેમાં બીજેડી, બીઆરએસ, અને અકાલી દળ સામેલ છે. આ ત્રણ પક્ષના કુલ 14 સાંસદ મતદાન કરશે નહીં. ચૂંટણીના પરિણામ આજે સાંજ સુધીમાં રજૂ થશે.

બીજેડી-બીઆરએસ-અકાલી દળ મતદાનથી દૂર

ઓડિશાના પૂર્વ સીએમ નવીન પટનાયકની પાર્ટી બીજેડી અને તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરની બીઆરએસ બાદ પંજાબના શિરોમણી અકાલી દળે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવાનો ઈનકાર કરી દીધો છે. તેઓ બંનેમાંથી કોઈપણ ઉમેદવારને સમર્થન આપવા તૈયાર નથી. જેથી રાધાકૃષ્ણન અને સુદર્શન વચ્ચે હાર-જીતની બાજી બદલાઈ શકે છે. બીઆરએસના ચાર રાજ્યસભા સાંસદ, બીજેડીના સાત રાજ્યસભા સાંસદ અને અકાલી દળના એક લોકસભા અને બે રાજ્યસભાના સાંસદ મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે નહીં.આ ત્રણ પક્ષોના મતદાન ન કરવાથી ચૂંટણી પર થશે અસર

  1. બીજેડી, બીઆરએસ અને અકાલી દળના સાંસદ સભ્યોની સંખ્યા 14 છે. હાલ લોકસભામાં 542 અને રાજ્યસભામાં 239 સાંસદ છે. આમ બંને સદનના કુલ 781 સભ્ય છે. જેમાં જીત માટે ઓછામાં ઓછા 391 સાંસદનું સમર્થન જરૂરી રહેશે.
  2. ત્રણ પક્ષના સાંસદો મતદાન નહીં કરે તો નંબર ગેમ પર અસર થશે. તેમને બાદ કરતાં બંને સદનના સાંસદોની સંખ્યા 767 થઈ છે. જીત માટે ઓછામાં ઓછા 384 સાંસદોનું સમર્થન જરૂરી છે.
  3. ચૂંટણીથી દૂર રહેનારા ત્રણેય પક્ષ વિપક્ષના સમર્થક છે. છેલ્લા 11 વર્ષથી સરકારની નજીક પણ રહ્યા છે. તેઓ મોદી સરકારના દરેક સંકટમાં તેમની સાથે રહ્યા છે. અકાલી દળ એનડીએનો હિસ્સો રહ્યુ છે. પરંતુ બીજેડી અને બીઆરએસ ગઠબંધનમાં ન હોવા છતાં સરકારને સમર્થન આપતા રહ્યા છે.
  4. 2022ની ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમણે એનડીએના જગદીપ ધનખડને સમર્થન આપ્યું હતું. આ વખતે ચૂંટણીમાં અંતર જાળવવાના નિર્ણયની અસર એનડીએના માર્જિન પર થશે. બીજી તરફ વિપક્ષ માટે પણ મોટો ઝટકો સાબિત થઈ શકે છે.
  5. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી જેવા નોન-પોલિટિકલ ચહેરાને ઉમેદવાર બનાવી મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલનું સમર્થન મેળવ્યું છે. જો કે, બીજેડી, અને બીઆરએસ ઉપરાંત અકાલી દળનો વિશ્વાસ જીતી શક્યુ નથી. જેથી આ ત્રણ પક્ષ કોંગ્રેસને સમર્થન નહીં આપે.

સી.પી. રાધાકૃષ્ણનની જીત નિશ્ચિત

NDA પાસે બંને સદનોમાં કુલ 425 સાંસદનું સમર્થન છે. YSRCP એનડીએના રાધાકૃષ્ણનને સમર્થન આપી રહ્યું છે. આ સાથે એનડીએ પાસે કુલ 436 સાંસદોનું સમર્થન છે. જેને ધ્યાનમાં લેતાં એનડીએના ઉમેદવારની જીત નિશ્ચિત છે. જ્યારે વિપક્ષના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી પાસે કુલ 324 મતનું સમર્થન છે. જીત હાંસલ કરવા 113 મતનું સમર્થન જોઈએ. સાત સાંસદ અપક્ષના છે. તેઓએ પોતાનું સમર્થન જાહેર કર્યું નથી. ZPM અને આમ આદમી પાર્ટીના સ્વાતિ માલિવાલે પોતાના પત્તા ખોલ્યા નથી. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં પક્ષ ચિન્હ, વ્હિપ લાગુ થતા નથી. જેથી પક્ષ-પલટાનો કાયદો પણ લાગુ થતો નથી. ક્રોસ વોટિંગ કરી સાંસદનું સભ્યપદ જાણવાનું જોખમ પણ હોતુ નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here