NATIONAL : એનઆરઆઈ ગ્રાહકોની વિશિષ્ટ બેંકિંગ જરૂરિયાતોને પહોંચી વળવા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા NRI Connect Meet 2026નું આયોજન

0
24
meetarticle

નડિયાદ અને પિજ શાખાઓ ખાતે વિશેષ NRI ડેસ્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમને સંબોધતા શ્રી સુનિલ સરકાર, ઝોનલ વડા,એ જણાવ્યું હતું કે ગુજરાત અને એનઆરઆઈ સમુદાય વચ્ચે ગાઢ અને ભાવનાત્મક સંબંધ છે. વિશેષ NRI ડેસ્કની શરૂઆત એનઆરઆઈ ગ્રાહકો સાથેના જોડાણને મજબૂત બનાવશે તથા ગ્રાહક સુવિધામાં વધારો કરશે.
આ અવસરે શ્રી ગૌરવ કુમાર જૈન, પ્રાદેશિક વડા,એ 1911માં સ્થાપિત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની શતાબ્દી જૂની વિશ્વસનીય પરંપરાનો ઉલ્લેખ કરી એનઆરઆઈ સમુદાયને સુરક્ષિત, સરળ અને ગ્રાહકકેન્દ્રિત બેંકિંગ સેવાઓ આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.કાર્યક્રમ બાદ મહેમાન ગ્રાહકો માટે ભોજન અને સંગીતમય સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here