NATIONAL : ક્રૂડ ઓઇલ 100 ડોલર ને કૂદાવી જતાં ઓઇલ કંપનીઓના માર્જિન પર દબાણ

0
15
meetarticle

પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવ ૧૦૦ ડોલર પ્રતિ બેરલથી ઉપર ગયા બાદ વૈશ્વિક બ્રોકરેજ ફર્મ યુબીએસએ ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓના રેટિંગમાં ઘટાડો કર્યો છે. યુબીએસએ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને ભારત પેટ્રોલિયમને ‘તટસ્થ’ રેટિંગ આપ્યું છે, જ્યારે હિન્દુસ્તાન પેટ્રોલિયમને વેચાણ રેટિંગ આપ્યું છે.

યુબીએસએ ના મતે, ક્રૂડ ઓઇલના ભાવ અને રિફાઇનિંગ માર્જિનમાં તાજેતરમાં વધારો ૨૦૨૨ ના તેલ બજાર સંકટની યાદ અપાવે છે. બ્રોકરેજ માને છે કે ક્રૂડ ઓઇલના વધતા ભાવ ભારતીય સરકારી માલિકીની તેલ કંપનીઓ પર નકારાત્મક અસર કરી શકે છે, કારણ કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં તાત્કાલિક ફેરફાર માટે મર્યાદિત અવકાશ છે. વધુમાં, નબળો રૂપિયો પણ દબાણમાં વધારો કરી રહ્યો છે. રૂપિયો હાલમાં ડોલર સામે ૯૨ ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે, જે ૨૦૨૨ માં લગભગ ૭૯ પર હતો.

યુબીએસ એ નાણાકીય વર્ષ ૨૦૨૭ અને ૨૦૨૮ માટે ભારતીય તેલ કંપનીઓ માટે તેના માર્કેટિંગ માર્જિન અંદાજને ૪૩-૪૫% અને ૨૨-૨૬% સુધી ઘટાડયો છે. જો કે, તે જ સમયગાળા માટે તેના ગ્રોસ રિફાઇનિંગ માર્જિન અંદાજને વધારીને ૩૦-૪૮% અને ૨૧-૩૯% કરવામાં આવ્યા છે.

બ્રોકરેજ અનુસાર, જો કંપનીઓનો નફો માર્કેટિંગથી રિફાઇનિંગ તરફ જાય છે, તો તેમના માટે લાભ ન્યૂનતમ રહેશે, કારણ કે તેમની આવકનો નોંધપાત્ર ભાગ ઇંધણ માર્કેટિંગમાંથી આવે છે. પરિણામે, યુબીએસ એ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ માટે તેના FY2027 ચોખ્ખા નફાના અંદાજમાં અનુક્રમે ૧૯%, ૧૫% અને ૪૬% ઘટાડો કર્યો છે.

દરમિયાન, આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ ૪૦ મહિનામાં પહેલીવાર ૧૦૦ ડોલર પ્રતિ બેરલથી ઉપર ગયો હતો. એપ્રિલ ૨૦૨૬ ના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટનો ભાવ ૧૧૬ ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યો, જે સોમવારના ટ્રેડિંગમાં ૨૫% થી વધુનો વધારો દર્શાવે છે. ફક્ત છેલ્લા મહિનામાં, બ્રેન્ટ ક્ડના ભાવ લગભગ ૬૮ ડોલર થી વધીને ૧૧૬ ડોલર પ્રતિ બેરલ થયા છે, જે લગભગ ૭૧% નો વધારો દર્શાવે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here