NATIONAL : ચાલુ નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરનું આઉટલુક મજબૂત હોવાનો દાવો

0
39
meetarticle

જોરદાર ઘરેલુ માગ, સાનુકૂળ ચોમાસા, નીચા ફુગાવા તથા જીએસટી દરમાં ઘટાડાના ટેકા સાથે વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરનું આઉટલુક મજબૂત જળવાઈ રહ્યું હોવાનંડ નાણાં મંત્રાલયના સપ્ટેમ્બર માટેના આર્થિક રિપોર્ટમાં જણાવાયું છે. અનિશ્ચિત વૈશ્વિક આઉટલુક વચ્ચે ભારતના અર્થતંત્રમાં ગતિ ચાલુ રહી છે. જીએસટી સુધારાના અમલ તથા તહેવારોને પગલે દેશની ગ્રામ્ય તથા શહેરી માગ સ્થિતિ મજબૂત રહી છે.

ઉદ્યોગોએ પણ ખાસ કરીને ઓટોમોબાઈલ જેવા ક્ષેત્રોમાં વેચાણમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી રહી છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

પૂરવઠા બાજુએ ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો વિકાસ તંદૂરસ્ત રહ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિકમાં અપેક્ષા કરતા ઊંચા આર્થિક વિકાસ દર અને બીજા ત્રિમાસિક ગાળામાં પણ વિકાસ જળવાઈ રહ્યાના સંકેતને જોતા વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરની ધારણાંને અપગ્રેડ કરાઈ રહી છે.

ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ) દ્વારા વિકાસ દરનો અંદાજ ૬.૬૦ ટકા મુકાયો છે જ્યારે રિઝર્વ બેન્કે ૬.૮૦ ટકાનું અનુમાન મૂકયું છે. આઈએમએફ દ્વારા પોતાના અંદાજમાં ૨૦ બેઝિસ પોઈન્ટનો જ્યારે રિઝર્વ બેન્કે ૩૦ બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે.

ખાદ્ય પદાર્થોની કિૅંમતમાં ઘટાડો થતા એકંદર ફુગાવો નિયંત્રણ હેઠળ છે. સપ્ટેમ્બરનો ફુગાવો ૧.૫૪ ટકા રહ્યો છે. આ ઉપરાંત નોન-ફૂડ તથા નોન-ફ્યુઅલ ચીજવસ્તુઓના ભાવ પણ સ્થિર રહ્યા છે. હવામાનની પ્રતિકૂળ સ્થિતિ તથા પૂરવઠા સાંકળની ખલેલને પરિણામે આવતા આંચકાને બાદ કરતા ભાવ સ્થિરતા જળવાઈ રહેવાની નાણાં મંત્રાલયે અપેક્ષા વ્યકત કરી છે.

દેશની બેન્કિંગ વ્યવસ્થામાં લિક્વિડિટી જાળવી રાખવાના રિઝર્વ બેન્કના તાજેતરના પ્રયાસો આર્થિક પ્રવૃત્તિઓને મજબૂતાઈ પૂરી પાડવા માટે આવશ્યક સ્રોતોની ઉપલબ્ધતાની ખાતરી આપે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here