NATIONAL : ચૂંટણી પંચનો 12 રાજ્યોમાં મતદાર યાદી સુધાર ‘કારોબાર’

0
58
meetarticle

ચૂંટણીપંચે ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બીજા તબક્કાનો કાર્યક્રમ નવેમ્બરમાં શરૂ કરવાનો અને ફેબુ્રઆરીમાં પૂરો કરવાનો નિર્ણય લીધો છે. ચોથી નવેમ્બરના રોજ તેનો પ્રારંભ થશે અને ચોથી ડિસેમ્બર સુધી મતદારયાદી સુધારણા ચાલશે, ૯મી ડિસેમ્બરે ચૂંટણીપંચ કાચી મતદાર યાદી જારી કરશે, જયારે અંતિમ મતદારયાદી ૭મી ફેબુ્રઆરીએ જારી કરાશે, એમ ચૂંટણી કમિશ્નર જ્ઞાાનેશ કુમારે જણાવ્યું હતું.

કુમારે જણાવ્યું હતુ કે આસામમાં સિટિશનશિપ એક્ટની અલગ જોગવાઈ લાગુ કરવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ હેઠળ નાગરિકત્વ ચકાસણી કરવાની કવાયત પૂરી થઈ ગઈ છે. આખા દેશમાં લાગુ પડતી મતદારયાદી સુધારણાની જોગવાઈ આસામમાં લાગુ પડતી નથી. તેથી તેના માટે અલગ આદેશ જારી કરવા પડયા છે અને અલગ મતદારયાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે. તેની તારીખોની જાહેરાત કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

આ મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત, ગોવા, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી, અંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. ચૂંટણીપંચે જણાવ્યું હતું કે નવેમ્બરમાં શરૂ થનારી મતદારયાદી સુધારણા સ્વતંત્રતા પછી આ પ્રકારની નવમી કવાયત છે. આ પહેલા આઠ વખત આ કવાયત થઈ ચૂકી છે. છેલ્લે તે ૨૦૦૨-૦૩માં થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે બિહારમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં કોઈ અપીલ નોંધાઈ નથી.

તેમણે જણાવ્યું હતું કે બીજા તબક્કાના મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં કુલ ૫૧ કરોડ મતદારોને આવરી લેવામાં આવશે. તેમણે પશ્ચિમ બંગાળ સરકાર સાથે કોઈપણ પ્રકારની સંઘર્ષની વાત નકારી હતી. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીપંચ તેની બંધારણીય ફરજ નીભાવી રહ્યું છે. રાજ્ય સરકાર તેની બંધારણીય ફરજ નીભાવે. તેમણે જણાવ્યું હતું સરકારની ફરજ છે કે તેઓ જરુરી કર્મચારીઓ પંચને પૂરા પાડે.

તેમણે જણાવ્યું હતું કે આ પ્રક્રિયામાં કુલ ૫.૩૩ લાખ બૂથ લેવલ ઓફિસર (બીએલઓ) અને રાજકીય પક્ષના ૭.૬૪ લાખ બૂથ એજન્ટ સામેલ થશે બીએલઓ દરેક ઘરની કમસેકમ ત્રણ વખત મુલાકાત લેશે, જેથી નવા મતદારોને મતદારયાદીમાં જોડી શકાય. ખામીઓ સુધારી શકાય, તે ઘેર-ઘેર જઈને ફોર્મ-૬ અને ડેક્લેરેશન ફોર્મ એકત્રિત કરશે. નવા મતદારોને ફોર્મ ભરવામાં મદદ કરશે અને પછી તે દસ્તાવેજોને ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર અથવા આસિસ્ટન્ટ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસરને સોંપશે.

જ્ઞાાનેશકુમારે જણાવ્યું હતું કે કોઈપણ મતદાન કેન્દ્ર પર ૧,૨૦૦થી વધુ મતદારો ન હોય તે સુનિશ્ચિત કરાય, જેથી પ્રક્રિયા સુગમ રહે. તેમણે જણાવ્યું હતું કે તે સુનિશ્ચિત કરવામાં આવશે કે વૃદ્ધો, બીમાર, દિવ્યાંગો અને નબળા વર્ગોના લોકોને ફોર્મ ભરવામાં અને ચકાસણીની પ્રક્રિયામાં કોઈ તકલીફ ન પડે. તેના માટે સ્વયંસેવકોની મદદ પણ લેવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here