હાલમાં સૂર્ય દેવ શનિની રાશિ કુંભમાં ગોચર કરી રહ્યા છે. પંચાંગ અનુસાર, સૂર્ય મીન રાશિમાં 15 માર્ચે રવિવારે 1:08 વાગ્યે પ્રવેશ કરશે. તે સમયે સૂર્યની મીન સંક્રાંતિ થશે. આ સાથે માર્ચમાં કમુરતા શરૂ થશે. જેમાં સૂર્યનું મેષ રાશિમાં 14 એપ્રિલે સવારે 9:38 વાગ્યે ગોચર થવાથી આ દિવસે કમુરતા પૂરા થશે.

જાણો લગ્ન માટેના શુભ મુહૂર્ત
2 માર્ચ, સોમવાર
3 માર્ચ, મંગળવાર
4 માર્ચ, બુધવાર
7 માર્ચ, શનિવાર
8 માર્ચ, રવિવાર
9 માર્ચ, સોમવાર
11 માર્ચ, બુધવાર
12 માર્ચ, ગુરુવાર
લગ્ન મુહૂર્ત નક્કી કરવા આટલું ધ્યાન રાખો
અભિજીત મુહૂર્ત અને સંધ્યાકાળ લગ્ન માટે અત્યંત શુભ માનવામાં આવે છે.
શુભ કરણ: કિસ્તુઘ્ન, બવ, બાલવ, કૌલવ, તૈતિલ, ગર, વાણીજ
લગ્ન માટે શુભ તિથિઓ: દ્વિતીયા, તૃતીયા, પંચમી, સપ્તમી, એકાદશી, ત્રયોદશી
લગ્ન માટે શુભ દિવસો: સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. શાસ્ત્રો અનુસાર, બ્રહ્મ મુહૂર્તને સૌથી વધુ સાત્વિક અને સકારાત્મક ઉર્જા ધરાવતું માનવામાં આવે છે. આ જ કારણ છે કે, પ્રાચીન સમયમાં લગ્ન સવારે અથવા સૂર્યાસ્ત સમયે કરવામાં આવતા હતા.
સનાતન ધર્મમાં કમુરતાને અશુભ માનવામાં આવે છે. અશુભ માનવાના કારણે આ મહિના દરમિયાન કોઈ શુભ કાર્યો કરવામાં આવતા નથી. એક વર્ષમાં બે વાર કમુરતા આવે છે. જેમાં પહેલા માર્ચ કે એપ્રિલમાં અને બીજા કમુરતા નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં આવે છે. એટલે આગામી માર્ચ મહિનાથી કમુરતા ચાલુ થવાના છે, ત્યારે જાણો લગ્ન માટેનો અંતિમ મુહૂર્ત.
માર્ચમાં શરૂ થાય છે કમુરતા
કમુરતા દરમિયાન ગૃહ પ્રવેશ, મુંડન, વિવાહ સહિતના શુભ પ્રસંગ યોજાતા નથી. એવી માન્યતા છે કે, સૂર્ય દેવ ગુરુની રાશિ ધનુ કે મીનમાં પ્રવેશ કરતાં સૂર્યના પ્રભાવમાં કમી વર્તાઈ છે. જ્યારે ગુરુનો શુભ પ્રભાવ ઓછો થઈ જાય છે. શુભ કામોમાં ખાસ કરીને લગ્ન માટે સૂર્ય અને ગુરુની શુભ સ્થિતિ આવશ્યક માનવામાં આવે છે. માર્ચ મહિનામાં કમુરતા લાગવાના છે, ત્યારે ચાલો જાણીએ કે માર્ચ મહિનામાં કેટલાક લગ્નના મુહૂર્ત છે.

