કેન્દ્ર સરકાર દ્વારા MGNREGA (મનરેગા) યોજનાનું સ્થાન લેનારા ‘વિકસિત ભારત-જી રામ જી વિધેયક 2025’ને લઈને વિપક્ષના વિરોધની સાથે હવે સત્તાધારી NDA ગઠબંધનની અંદરથી પણ અસંતોષનો સૂર ઉઠ્યો છે. NDAના સાથી પક્ષ તેલુગુ દેશમ પાર્ટી (TDP) એ આ નવી યોજના હેઠળ 40 ટકા ખર્ચ રાજ્યો પર નાખવાની જોગવાઈ સામે વાંધો ઉઠાવ્યો છે, જેના કારણે ગઠબંધનમાં તણાવના સંકેત મળી રહ્યા છે.

ભાજપ સહયોગીને જ વાંધો…
TDP સાંસદ લવુ શ્રી કૃષ્ણ દેવરયાલુએ કહ્યું કે, આંધ્રપ્રદેશ 2014થી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને આ નવી જોગવાઈ રાજ્ય પર વધુ આર્થિક બોજ નાખશે. જોકે, તેમણે આશા વ્યક્ત કરી કે કેન્દ્ર સરકાર ભૂતકાળની જેમ આ વખતે પણ રાજ્યની મદદ કરશે. પાર્ટીના પ્રવક્તાએ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ આ જોગવાઈ પર પુનર્વિચાર કરવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરશે.કેન્દ્ર સરકાર દ્વારા MGNREGA (મનરેગા) યોજનાનું સ્થાન લેનારા ‘વિકસિત ભારત-જી રામ જી વિધેયક 2025’ને લઈને વિપક્ષના વિરોધની સાથે હવે સત્તાધારી NDA ગઠબંધનની અંદરથી પણ અસંતોષનો સૂર ઉઠ્યો છે. NDAના સાથી પક્ષ તેલુગુ દેશમ પાર્ટી (TDP) એ આ નવી યોજના હેઠળ 40 ટકા ખર્ચ રાજ્યો પર નાખવાની જોગવાઈ સામે વાંધો ઉઠાવ્યો છે, જેના કારણે ગઠબંધનમાં તણાવના સંકેત મળી રહ્યા છે.
ભાજપ સહયોગીને જ વાંધો…
TDP સાંસદ લવુ શ્રી કૃષ્ણ દેવરયાલુએ કહ્યું કે, આંધ્રપ્રદેશ 2014થી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને આ નવી જોગવાઈ રાજ્ય પર વધુ આર્થિક બોજ નાખશે. જોકે, તેમણે આશા વ્યક્ત કરી કે કેન્દ્ર સરકાર ભૂતકાળની જેમ આ વખતે પણ રાજ્યની મદદ કરશે. પાર્ટીના પ્રવક્તાએ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ આ જોગવાઈ પર પુનર્વિચાર કરવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરશે.

