NATIONAL : જુઠા આરોપોમાં 12 વર્ષ કેદ રહ્યો, સુપ્રીમમાં વળતર માગ્યું

0
32
meetarticle

રેપ અને હત્યાના એક કેસમાં ૧૨ વર્ષ સુધી કેદ રહ્યા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા એક આરોપીને છોડી મુકવામાં આવ્યો હતો અને નિર્દોષ જાહેર કરાયો હતો. હવે આ આરોપી દ્વારા પોતાને ખોટા કેસમાં વર્ષો સુધી કેદ રાખવા બદલ વળતરની માગ કરતી અરજી કરાઇ છે. જેની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ પણ તૈયાર થઇ ગઇ છે. આવી અન્ય બે અરજીઓની પણ સુનાવણી ચાલી રહી છે.

આ ત્રણમાંથી એક અરજી કરનારાને માર્ચ ૨૦૧૯ના રોજ થાણેની કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી અને છ વર્ષથી સજાની રાહ જોઇ રહ્યો હતો. નવેમ્બર ૨૦૨૧માં પણ બોમ્બે હાઇકોર્ટે ફાંસીની સજાને યોગ્ય ઠેરવી હતી. જોકે આ વર્ષે જ મે મહિનામાં સુપ્રીમ કોર્ટે તેને છોડી મુક્યો હતો. હવે આ વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને પોતાને ખોટી રીતે કેસમાં ફસાવવા અને વર્ષો સુધી કેદ રાખવા બદલ વળતરની માગણી કરી છે. 

અરજદારે પોતાની અરજીમાં એવી દલીલ કરી છે કે તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, વર્ષ ૨૦૧૩માં જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી અને વર્ષ ૨૦૨૫ સુધી તેને કેદ રાખવામાં આવ્યો હતો. જોકે તેની સામેનો કેસ જ જુઠો હતો અને સુપ્રીમ કોર્ટ દ્વારા તેને નિર્દોષ છોડવામાં આવ્યો હતો. આટલા વર્ષો સુધી કેદ રાખીને તેના મૂળભૂત અધિકારોનો ભંગ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા તેને વળતર મળવું જોઇએ. સુપ્રીમ કોર્ટ આવી અન્ય બે અરજીઓની પણ સુનાવણી કરી રહી છે. હાલમાં સુપ્રીમ કોર્ટે પક્ષકારોને નોટિસ જારી કરી છે સાથે જ એટર્ની જનરલ અથવા સોલિસિટર જનરલને આ મામલે કોર્ટને મદદ કરવા કહ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here