પ્રમુખ ટ્રમ્પ ભારત-અમેરિકા સંબંધો અંગે ઘણુ સારૂં અને સઘન વિચારે છે. રશિયા પાસેથી ક્રૂડ તેલ ભારત ખરીદતું હોવાથી બંને દેશો વચ્ચે મતભેદો હોવા છતાં ટેરિફ વિષે પણ વિવાદ છતાં નરેન્દ્ર મોદી માટે પ્રમુખ ટ્રમ્પને ઘણું માન છે અને બંને નેતાઓ પરસ્પર સાથે વારંવાર વાત પણ કરે છે. તેમ વ્હાઈટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ્ટે કહે છે.

વ્હાઈટ હાઉસમાં આવેલ ઓફીસમાંથી પ્રમુખ ટ્રમ્પે દિવાળીની ઉજવણી કરી ત્યારે કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા, જે પૈકી ઘણાએ ભારત વંશીય હતા. તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત પણ કરી હતી.
વાસ્તવમાં બંને નેતાઓ વચ્ચે વાત તો ચાલે જ છે. પરંતુ રાજદૂતોની પસંદગી પણ ધ્યાનાકર્ષક છે. તેઓએ સર્જીયો ગોરને ભારત સ્થિત રાજદૂત પદે નિયુક્ત કર્યા છે. સર્જિયો ગોર પૂર્વે અમેરિકાના ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં પણ ઉભા રહ્યા હતા. તેઓ એક વિદ્વાન અને દૂર દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ છે.
વિશ્લેષકો તેમ પણ કહે છે કે ડ્રેગનના ફેલાતા પંજા સામે બરોબરની ટક્કર લઈ શકે તેવો એશિયા-પેસિફિકમાં એક જ દેશ છે તે છે ભારત. તેથી ભારત સાથે સંબંધો બગાડવા ટ્રમ્પને પોસાય નહીં તે સહજ છે.

