મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઈરાન-અમેરિકા યુદ્ધની અસર હવે ભારતના રસોડા સુધી પહોંચી છે. ગેસ કંપનીઓએ LPG સિલિન્ડરના બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જોકે મીડિયામાં અહેવાલ હતા કે હવે સિલિન્ડર બુકિંગનો સમય વધીને 25 થી 35 દિવસ થઈ ગયો છે. પણ એવું નથી. પેટ્રોલિયમ અને નેશનલ ગેસ મંત્રાલય તરફથી આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે.

મંત્રાલયે શું કરી સ્પષ્ટતા?
દેશના લોકોએ ખાસ જાણી લેવું જોઈએ કે એવા અહેવાલ ખોટા છે કે હવે ડબલ સિલિન્ડર ધરાવતા ગ્રાહકોને 25 નહીં પણ 35 દિવસ બાદ નવું બુકિંગ કરાવવાની તક મળશે. મંત્રાલયે એ અહેવાલને રદીયો આપી દેતા ફગાવી દીધા છે અને કહ્યું છે કે શહેરોમાં 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસમાં નવું એલપીજી બુકિંગ કરાવી શકાશે. તેમાં કોઈ ફેરફાર કરાયો નથી. 35 દિવસના ગેપની વાત ખોટી છે.
વધારે જાણકારી માટે ગ્રાહકો સત્તાવાર હેલ્પલાઇન નંબર 1800-2333-555 પર સંપર્ક કરી શકે છે.

