NATIONAL : તમામ રાજ્યો 30 સપ્ટેમ્બર સુધીમાં એસઆઇઆર માટે તૈયાર થઇ જાય

0
55
meetarticle

ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓને ૩૦ સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) માટે તૈયાર રહેવા જણાવ્યું છે. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ મહિનાની શરૂઆતમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓના સંમેલનમાં ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓએ તેમને ૧૦ થી ૧૫ દિવસોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન માટે તૈયાર રહેવા જણાવ્યું હતું.

જો કે વધુ સ્પષ્ટતા માટે ૩૦ સપ્ટેમ્બર સુધીની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે છેલ્લા એસઆઇઆર પછી પ્રકાશિત પોતાની મતદાર યાદી તૈયાર રાખે.અનેક રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓએ પોતાના છેલ્લા એસઆઇઆર પછી પ્રકાશિત મતદાર યાદી અગાઉથી જ પોતાની વેબસાઇટ પર અપલોડ કરી દીધી છે. 

દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઇટ પર ૨૦૦૮ની મતદાર યાદી ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં છેલ્લે ૨૦૦૮માં મતદાર યાદીમાં એસઆઇઆર કરવામાં આવ્યું હતું.

રાજ્યોમાં અંતિમ એસઆઇઆર જ કટ ઓેફ તારીખ ગણાશે. જેમ કે બિહારમાં ૨૦૦૩ની મતદાર યાદીનો એસઆઇઆર માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

ઓક્ટોબર-નવેમ્બરની શરૂઆતમાં  મતદાર યાદીને યોગ્ય કરવાનું કાર્ય શરૂ થઇ શકે

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here