NATIONAL : ‘તમે હાઈકોર્ટ કેમ ન ગયા…’, આસામના મુખ્યમંત્રી વિરૂદ્ધ હેટ સ્પીચ મામલે થયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

0
15
meetarticle

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તાજેતરમાં જ એક મોટો વિવાદ ઉભો કર્યો હતો. આસામ ભાજપે સરમાનો રાયફલ સાથેનો અને બે લોકો પર ગોળી ચાલતો એક વીડિયો શેર કર્યો હતો. ત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા બાદ કોંગ્રેસ તમામ અરજીઓ સાંભળવાનો ઈન્કાર કરી દીધો છે. કોંગ્રેસ તમામ અરજદારોને પહેલા ગુવાહાટીની હાઈકોર્ટમાં અરજી કરવાનો નિર્દેશ આપ્યો છે.

મામલે સીધો સુપ્રીમમાં આવતા કોર્ટ ચિંતિત

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જૉયમાલ્યા બાગચી અને ન્યાયાધીશ નિપુલ એમ.પંચોલીની બેંચે કહ્યું કે, દરેક ચૂંટણી વિવાદ સીધો જ સુપ્રીમ કોર્ટમાં લઈ જવો, તે એક ચિંતાજનક બાબત બની ગઈ છે. કોર્ટે ટિપ્પણી કરી છે કે, તમે ગુવાહાટી હાઈકોર્ટમાં કેમ ન ગયા? તમે હાઈકોર્ટની સત્તાને ઓછી ન આંકો. સાથે જ કોંગ્રેસે હુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને આ મામલાની ઝડપી સુનાવણી કરવા વિનંતી કરી છે.

CMનું વારંવાર વિવાદાસ્પદ નિવેદનૃ : 

આસામના મુખ્યમંત્રી હેટ સ્પીચ કેસમાં વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે, મુખ્યમંત્રી વારંવાર વિવાદાસ્પદ નિવેદન આપતા રહે છે, તેથી સુપ્રીમ કોર્ટે કેસને ગંભીરતાથી લઈ અને તેમાં હસ્તક્ષેપ કરવો જોઈએ.

ગુવાહાટી હાઈકોર્ટમાં થશે સુનાવણી 

સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરીને કહ્યું કે, કેરળની આગામી વિધાનસભા ચૂંટણીને લઈ અનેક રાજકીય મુદ્દાઓ કોર્ટ સુધી પહોંચી રહ્યા છે, જે યોગ્ય નથી. કોર્ટે પક્ષકારોને બંધારણની મર્યાદા જાળવવા અને સંયમ રાખવાની સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં જવાનો નિર્દેસ આપતા હવે અરજદારો પોતાની અરજી દાખલ કરી શકશે. આ મામલે ગુવાહાટી કોર્ટમાં કાર્યવાહી હાથ ધરાશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here