ભારતમાં દિવાળી નજીક આવતાની સાથે, સાયબર ગુનેગારો પણ સક્રિય બન્યા છે અને ઓનલાઈન ખરીદદારોને છેતરવાનો તમામ પ્રયાસ કરી રહ્યા છે. સાયબર સુરક્ષા કંપની મેકાફીના તાજેતરના સંશોધન અહેવાલમાં જણાવ્યા મુજબ લગભગ ત્રણમાંથી એક ભારતીય ગ્રાહક છેતરપિંડીનો ભોગ બન્યો છે, અને આમાંથી ૩૭ ટકા વ્યક્તિઓએ નાણાકીય નુકસાન નોંધાવ્યું છે.

સાયબર ગુનેગારો ઓનલાઈન ઓનલાઈન ખરીદીમાં વેગ આવતા તેનો લાભ લેવા માટે અનોખી યુક્તિઓ અપનાવી રહ્યા છે. આમાં ડીપફેક, નકલી સંદેશાઓ, નકલી ઈમેઈલ અને વન-ટાઇમ પાસવર્ડ (ઓટીપી) છેતરપિંડીનો ઉપયોગ કરતી સેલિબ્રિટી જાહેરાતોનો સમાવેશ થાય છે.
મેકાફીએ જણાવ્યું હતું કે, તહેવારોની મોસમ આનંદનો સમય છે, પરંતુ હવે છેતરપિંડી કરનારાઓ પણ આ સમય દરમિયાન લોકોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિકસિત ટેકનોલોજી સાથે, ધમકીઓ પણ વધી રહી છે, અને એઆઈ-આધારિત છેતરપિંડી ઓનલાઈન ખરીદદારો માટે એક નવું જોખમ ઉભું કરે છે.ભારતમાં લોકો તહેવારોની મોસમ માટે વધુને વધુ ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે, અને વધુ સારી ડિસ્કાઉન્ટ (૬૪%), સુવિધા (૬૦%), વ્યાપક વિવિધતા (૫૨%) અને ઝડપી ડિલિવરી (૫૧%) ને કારણે ઈ-કોમર્સ પ્લેટફોર્મ ખરીદીની પસંદગીની પદ્ધતિ બની ગઈ છે. આ ફેરફારો મોબાઇલ શોપિંગ પર વધતી જતી નિર્ભરતાને પણ પ્રતિબિંબિત કરે છે, જેમાં ૭૭% લોકો હવે તેમના સ્માર્ટફોન દ્વારા ખરીદી કરે છે. ૨૫ થી ૪૪ વર્ષની વયના યુવા ગ્રાહકો ઓનલાઈન પ્લેટફોર્મના સૌથી મોટા વપરાશકર્તાઓ બન્યા છે.
આ ડિજિટલ તેજીની સાથે, ખરીદદારો એક જોખમનો પણ સામનો કરી રહ્યા છે. હકીકતમાં, ૯૬ ટકા ભારતીય ગ્રાહકો ઓનલાઈન છેતરપિંડી વિશે ઊંડી ચિંતા વ્યક્ત કરે છે, અને આ એક સારી બાબત છે. લગભગ ૭૨ ટકા લોકો આ વર્ષે એક વર્ષ પહેલા કરતા એઆઈ-આધારિત છેતરપિંડી વિશે વધુ ચિંતિત છે.
લગભગ ૯૧ ટકા ગ્રાહકોએ શંકાસ્પદ ખરીદી સંબંધિત સંદેશાઓ પ્રાપ્ત કર્યા હોવાનું જણાવ્યું હતું, જેમાં નકલી ગિફ્ટ કાર્ડ (૪૯ ટકા), મર્યાદિત સમયના ડિસ્કાઉન્ટનો (૪૦ ટકા) સમાવેશ થાય છે.

