NATIONAL : દિલ્હી નહી આ શહેર ભારતનું સૌથી વાયુ પ્રદૂષિત શહેર, એકયુઆઇ ૪૦૪ એ પહોંચ્યો

0
45
meetarticle

વાયુ ગુણવત્તાની સમસ્યા દેશના અનેક શહેરોમાં વિકરાળ સમસ્યા બની ગઇ છે. દિલ્હીમાં લાંબા સમય સુધી ગંભીર સ્થિતિ જોવા મળતી હોય છે પરંતુ તાજેતરમાં વાયુ ગુણવત્તામાં ગાજીયાબાદ દિલ્હી કરતા પણ વધુ પ્રદૂષિત જણાયું છે જેનો એકયુઆઇ એટલે કે વાયુ ગુણવત્તા અંક ૪૦૪ જેટલો છે તેની સરખામણીમાં દિલ્હીનો ઇન્ડેક્ષ ૩૮૮ જેટલો છે. વર્તમાન સ્થિતિમાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વાયુ ગુણવત્તાનો માપદંડ નકકી કરવામાં આવ્યો છે તેના કરતા ગાજીયાબાદનો પ્રદૂષણ આંક ૭૦૦ ગણો વધારે છે.

૩૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ દેશના ૨૩૬ શહેરોનું મૂલ્યાંકન કરતા જણાયું હતું કે માત્ર ૧.૭ ટકા શહેરોમાં જ વાયુ ગુણવત્તા સારી છે એમાં પણ ૭૨ ટકા શહેરોની હાલત ખૂબજ ચિંતાજનક છે. ફરિદાબાદની વાયુ ગુણવત્તા ૨૪૩ જેટલી નોંધવામાં આવી હતી. નોયડા ૪૦૦ આંક જયારે પંચકુલા ૩૯૯ આંક ધરાવે છે. દેશમાં ૧૧૭ શહેરો વાયુ ગુણવત્તા અંગે મધ્યમ સ્થિતિ ધરાવે છે જેમાં આગરા, અમદાવાદ, અહમદનગર, અજમેર, અંબાલા અમરાવતી, ઓરંગાબાદ, અરરિયા અને વાંસવાડા સહિતના શહેરોનો સમાવેશ થાય છે. માહિતી મુજબ દેશના ૩૮ શહેરોની વાયુ ગુણવત્તા ખરાબ છે જેમાં અમરાવતી, બાગપત, વલ્લભગઢ, બૈરકપુર, ભીલવાડા અને ભૂવનેશ્નરનો સમાવેશ થાય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here