NATIONAL : દિલ્હી બ્લાસ્ટ કેસ : અલ ફલાહ યુનિ. કેમ્પસ ટાંચમાં લેવાની તૈયારી

0
31
meetarticle

 દિલ્હી વિસ્ફોટ કેસ બાદ તપાસના ઘેરામાં આવેલી અલ ફલાહ યુનિવર્સિટી કેમ્પસને કેન્દ્રીય તપાસ એજન્સી ઇડી ટાંચમાં લેવાની તૈયારીમાં છે. યુનિવર્સિટીના બાંધકામમાં જે નાણાનો ઉપયોગ થયો તે ગુનાહિત પ્રવૃત્તિમાંથી મેળવવામાં આવ્યા હતા કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે.   

દિલ્હીના લાલ કિલ્લા પાસે ગયા વર્ષે ૧૦ નવેમ્બરના રોજ થયેલા વિસ્ફોટમાં જે આતંકીઓ સામેલ હતા તે તમામ આ અલ ફલાહ યુનિવર્સિટી સાથે પણ જોડાયેલા હતા. આ  હરિયાણામાં આવેલી અલ ફલાહ યુનિવર્સિટીમાં ડોક્ટર તરીકે કામ કરતો ઉમર ઉન નબી આત્મઘાતી હુમલાખોર બન્યો હતો, તેણે કારમાં ભરેલા વિસ્ફોટકો સાથે દિલ્હી લાલ કિલ્લા પાસે ટ્રાફિકમાં ખુદને ઉડાવી દીધો હતો.    જેમાં ૧૫ લોકો માર્યા ગયા હતા. 

ઇડીએ દાવો કર્યો છે કે આ અલ ફલાહ યુનિવર્સિટી પોતાને યુજીસી દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી ગણાવી રહી છે જે જુઠ છે, એટલુ જ નહીં વિદ્યાર્થીઓને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યુનવર્સિટી એનએએસી એક્રેડિટેશન સ્ટેટસ ધરાવે છે. યુનિવર્સિટી અને તેને કન્ટ્રોલ કરનારા ટ્રસ્ટે ગુનાહિત કાવાદાવા કરીને ૪૧૫ કરોડ રૂપિયા મેળવ્યા હતા. વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાને જુઠા વાયદા અને યુનિવર્સિટીના ઉંચા રેન્ક દેખાડીને આકર્ષીત કરીને નાણા પડાવ્યા હતા.   

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here