NATIONAL : દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી

0
17
meetarticle

ભારતનાં ૪૦ ટકા જિલ્લાઓમાં કોઇ પણ સરકારી એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી તેમ મંગળવારે જારી કરવામાં આવેલા એક સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે. જેના કારણે લાખો લોકો પાસે હવા અંગે વિશ્વાસપાત્ર અને રિયલ ટાઇમ માહિતી ઉપલબ્ધ નથી.

‘એર ક્વાલિટી ડેટા એસેસિબિલિટી ઇન ઇન્ડિયા ઃ ડિસ્ટ્રિબ્યુશન,ગેપ્સ એન્ડ નેટવર્ક કોરરિલેશન’ નામના આ સ્ટડીને એરવોઇસ દ્વારા જારી કરવામાં આવ્યું છે.

આ એક વૈશ્વિક કંપની છે જે હવાની ગુણવત્તાની સમીક્ષા અને સંચાલન માટે ઉકેલ વિકસિત કરે છે. આ સ્ટડી કરવા માટે રિપોેર્ટનાં લેખકોએ ૨૦૨૫ સુધીના સત્તાવાર ડેટાસેટનો ઉપયોગ કરીને ભારતની ત્રણ મુખ્ય સમીક્ષા પ્રણાલીઓનાં વિસ્તાર અને દેખાવનું વિશ્લેષણ કર્યુ હતું.

જેમાં નેશનલ એર મોનિટરિંગ પ્રોગ્રામ (એનએએમપી), કન્ટીન્યૂઅસ એમ્બિઅન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ (સીએએક્યુએમ) નેટવર્ક અને સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (એસએએફએઆર)નો સમાવેશ થાય છે.

સ્ટડીમાં જાણવા મળ્યું છે કે દિલ્હી, મુંબઇ અને બેંગાલુરુ જેવા શહેરી કેન્દ્રોમાં સમીક્ષાની સઘન વ્યવસ્થા છે જ્યારે અનેક મધ્યમ આકારના શહેરો અને લાખોેની વસ્તી ધરાવતા મોટા જિલ્લાઓમાં ફક્ત એક કે બે જ સ્ટેશન છે અથવા એક પણ નથી.

અનેક વધુ વસ્તીવાળા જિલ્લાઓ જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશનાં જિલ્લાઓ સામેલ છે જ્યાં યોગ્ય રીતે સમીક્ષા થતી નથી અથવા રિયલ ટાઇમ સમીક્ષા નેટવર્કથી સંપૂર્ણ રીતે બહાર છે.

સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં સ્ટેશન ઉપલબ્ધ છે ત્યાં પણ તેમની વિશ્વસનીયતા સામે પ્રશ્રો ઉઠાવવામાં આવે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here