NATIONAL : ધનતેરસે નવો રેકોર્ડ, 1 લાખથી વધુ કારની ડિલિવરી

0
61
meetarticle

હાલ ચાલી રહેલી તહેવારોની મોસમ દરમિયાન પેસેન્જર વાહન બજાર તેજીમાં છે. ઓટોમેકર્સે ધનતેરસ પર માત્ર રેકોર્ડબ્રેક વેચાણ જ કર્યું છે તેમ નહીં, પરંતુ ઉદ્યોગે એક જ દિવસમાં રૂા. ૧૦૦,૦૦૦ થી વધુ વાહનોની ડિલિવરી કરીને એક નવો રેકોર્ડ પણ બનાવ્યો હતો. પ્રતિ વાહન સરેરાશ રૂ. ૮.૫ થી રૂા. ૧૦ લાખની કિંમત ધારીએ તો, એક જ દિવસમાં વેચાણ આશરે રૂા. ૮,૫૦૦ થી રૂા. ૧૦,૦૦૦ કરોડ જેટલું થયું હતું. 

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ૨.૦ દ્વારા આપવામાં આવેલી રાહત અને ગ્રાહકોના ઉત્સાહને કારણે તમામ આગેવાન કંપનીઓએ આ ધનતેરસ પર રેકોર્ડ વેચાણ હાંસલ કર્યું હતું.

ઓટો ડીલર્સ એસોસિએશન, ફાડાએ જણાવ્યું હતું કે, ઉદ્યોગે પહેલી વાર એક જ દિવસમાં ૧૦૦,૦૦૦ થી વધુ વાહનોના વેચાણનો આંકડો પાર કર્યો છે. આ માત્ર અત્યાર સુધીની શ્રેષ્ઠ ધનતેરસ જ નહીં, પરંતુ નવરાત્રી પણ શ્રેષ્ઠ હતી. અને અમને આગામી સમય દરમિયાન પણ સારા વેચાણની અપેક્ષા છે. આ વેચાણ મુખ્યત્વે નાની કાર બજારમાં નવા ઉત્સાહને કારણે છે. ઉદ્યોગના સૂત્રો કહે છે કે અગાઉનું સૌથી વધુ એક દિવસનું વેચાણ લગભગ ૭૫,૦૦૦ થી ૮૦,૦૦૦ વાહનોનું હતું.બજારહિસ્સાની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કાર ઉત્પાદક, મારુતિ સુઝુકીએ ધનતેરસ પર અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ કર્યું છે. ઉત્સવના ઉત્સાહ અને જીએસટી ૨.૦ દ્વારા આપવામાં આવેલી રાહતને કારણે, કંપનીએ પહેલીવાર ધનતેરસ પર ૫૦,૦૦૦ ના આંકડાને પાર કર્યો હતો. જે ૨૦૨૪માં ધનતેરસ પર વેચાયેલા આશરે ૪૨,૦૦૦ વાહનો કરતાં લગભગ ૨૦% વધુ છે.

ટાટા મોટર્સ આ વર્ષે દિવાળી દરમિયાન ૨૫,૦૦૦ વાહનો ડિલિવરી કરવાની અપેક્ષા રાખે છે, જે ગયા વર્ષે ૧૫,૦૦૦ હતા. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સના સુત્રોએ જણાવ્યું હતું કે, આ વર્ષે, શુભ સમય મુજબ ધનતેરસ અને દિવાળી ડિલિવરી બેથી ત્રણ દિવસમાં ફેલાયેલી છે. એકંદરે, માંગ મજબૂત રહી છે, અને જીએસટી ઘટાડાથી વેચાણમાં સકારાત્મક વધારો થયો છે. ઓટો ઉત્પાદકોએ જણાવ્યું હતું કે નવરાત્રિની શરૂઆતથી જ વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. કંપનીને દરરોજ લગભગ ૧૪,૦૦૦ બુકિંગ મળી રહ્યા છે. એક મહિનામાં લગભગ ૪૫૦,૦૦૦ બુકિંગ મળ્યા છે. નાની કારનું વેચાણ લગભગ ૯૪,૦૦૦ હતું, અને અમારું કુલ રિટેલ વેચાણ ૩૫૦,૦૦૦ હતું.

લક્ઝરી કારના વેચાણમાં ધમધમાટ

ભારતના લક્ઝરી કાર ઉત્પાદકોએ ધનતેરસ અને દિવાળી દરમિયાન વધેલી ગ્રાહક માંગનો લાભ લેવા માટે ઘણી ઉત્સવની ઓફરો શરૂ કરી છે. આ વર્ષે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) દરોમાં ફેરફારને કારણે પ્રીમિયમ સેગમેન્ટમાં કિંમતો ઓછી થઈ છે. આકર્ષક લોન યોજનાઓએ પણ આ વલણને વેગ આપ્યો છે.

ઉદ્યોગ નિષ્ણાતો કહે છે કે ઘટાડેલા કર દરો અને તહેવારોની ડિસ્કાઉન્ટથી ખરીદદારોને ફાયદો થયો છે.  ઉદ્યોગના અંદાજ મુજબ, આ વર્ષના પ્રથમ છ મહિનામાં આશરે ૨૨,૯૦૦ લક્ઝરી કાર વેચાઈ હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતા ૧.૮% વધુ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here