પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં બનેલી ગેંગરેપની ઘટનામાં નવો ખુલાસો સામે આવ્યો છે. પોલીસે દાવો કર્યો છે કે પીડિત યુવતી ધરપકડ કરાયેલા આરોપીમાંથી એક સાથે રિલેશનશિપમાં હતી. પોલીસ તપાસમાં બંનેના વોટ્સએપ ચેટ સહિત અનેક પુરાવા મળ્યા છે.10 ઑક્ટોમ્બરે જ્યારે આ ઘટના બની ત્યારે પીડિતા તે વ્યક્તિ સાથે કોલેજ પરિસરથી બહાર ગઈ હતી.
પીડિત યુવતી આરોપીની ગર્લફ્રેન્ડ હતી
રિપોર્ટ પ્રમાણે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે જે આરોપીને સૌથી છેલ્લે ધરપકડ કરવામાં આવ્યો તે પીડિતાનો સાથી વિદ્યાર્થી હતો. પીડિત યુવતી આરોપી સાથે રિલેશનશિપમાં હતી ઘટનાની રાતે બંને ડેટ પર ગયા હતા. તેમના સંબંધો તેમના વોટ્સએપ ચેટ દ્વારા પણ જાહેર થયા હતા.તે સમયે અન્ય ત્રણ ઠગીઓએ તેમનો પીછો કર્યો અને અચાનક હુમલો કર્યો.ત્યારબાદ આરોપીઓએ તેમની સાથે દુષ્કર્મ ગુજાર્યો.

જાણી જોઈને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીની પૂછપરછમાં જુદા-જુદા નિવેદનો સામે આવી રહ્યા છે. પીડિતા અને આરોપી બંને પોતાના નિવેદનો બદલી રહ્યા છે. એવું લાગે છે કે પોલીસને ગેરમાર્ગે દોરવા જાણીજોઈને પીડિતા અને આરોપી પોતાના નિવેદનો બદલી રહ્યા છે. જેથી આગળની તપાસ માટે જંગલમાં ક્રાઇમ ઝોન પર નાકાબંધી કરી દીધી છે, સાથે ગુરુવારે જંગલમાં વધુ એક જગ્યાને સીલ કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે દિવસભર, ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓ અને પીડિતાના બોયફ્રેન્ડને અનેકવાર પૂછપરછ કરવામાં આવી હતી. એક તબક્કે, આરોપીઓને ઉલટતપાસ માટે રૂબરૂ પણ લાવવામાં આવ્યા હતા.

