ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત લોવી ઇન્સ્ટીટયુટે પોતાનો વાર્ષિક પાવર ઇન્ડેક્સ ૨૦૨૫ પ્રસિદ્ધ કર્યો છે. સૈન્ય, આર્થિક, રાજદ્વારી અને સાંસ્કૃતિક પ્રભાવનું વિસ્તૃત મૂલ્યાંકન કરે છે. તેમાં પ્રાદેશિક શક્તિમાં થયેલા ફેરફારો ઉપર ઘણો પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમાં ચીન, એશિયામાં મુખ્ય શક્તિ તરીકે આગળ આવી ગયું છે. ભારત સતત આગળ વધી રહ્યું છે જ્યારે અમેરિકાનાં સામર્થ્યમાં થોડો ઘટાડો દર્શાવવામાં આવ્યો છે. જે ૨૦૨૪ કરતાં થોડો ઓછો છે.આ રીપોર્ટમાં ૮ ક્ષેત્રો (સૈન્ય, ક્ષમતા, સંરક્ષણ નેટવર્ક, આર્થિક તાકાત, રાજદ્વારી પ્રભાવ સાંસ્કૃતિક પ્રભાવ સ્થિતિ-સ્થાપકતા અને ભવિષ્યની સંસાધન ક્ષમતાના આધારે ક્રમાંક અપાયો છે. તે રીપોર્ટમાં પાકિસ્તાન પહેલા ૧૦માંથી તો બહાર છે જ પરંતુ પહેલા ૧૫માંથી પણ બહાર જઇ ૧૬માં સ્થાને છે. આ અહેવાલમાં એશિયામાં ભારતમાં વધી રહેલા પ્રભાવને રેખાંતિક કરાયો છે. ૨૦૨૫માં ભારતે ૪૦ પોઇન્ટના સ્કોર સાથે મેજર પાવરની રેખા પણ લગભગ પસાર કરી દીધી છે. ૨૦૨૪માં ભારતને ૩૮.૧ પોઈન્ટ મળ્યા હતા. ભારતનો આ ઉદય તેની મજબૂત આર્થિક વૃદ્ધી અને વધતી જતી સૈન્ય ક્ષમતા આધારિત છે. અત્યારે ભારતની સૈન્ય અને સંસાધન શક્તિમાં સતત વધારો થતો જોવા મળે છે. પરંતુ તેનો રાજદ્વારી અને આર્થિક પ્રભાવ તે સાથે તાલબદ્ધ રહ્યો નથી. છતાં તેમાં ભવિષ્યમાં વિસ્તાર થવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે. ભારત અને ચીન વચ્ચે જોકે મોટો ગેપ છે.આ સૂચિમાં માત્ર અમેરિકા અને ચીન જ સુપર પાવર લિસ્ટમાં છે. પરંતુ એશિયા પાવર ઇન્ડેક્સ જ ૨૦૧૮થી શરૂ કરાઈ છે તે દ્રષ્ટિએ જોતાં તેનો પ્રભાવ ઘટયો છે. ચીન, યુ.એસ. વચ્ચેનું અંતર ઘટાડી રહ્યું છે. ૨૦૨૦ પછીથી તે ન્યૂનતમ બિંદુ પર લાવવા મથી રહ્યું છે. ૨૦૧૯ પછી પહેલીવાર રશિયાએ એશિયામાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે. યુક્રેન યુદ્ધ પછી લાગેલા પ્રતિબંધો છતાં તેણે પોતાની સ્થિતિ સુધારી છે. ચીન અને ઉત્તર કોરિયા સાથે તેની રણનીતિથી રક્ષા અને આર્થિક ભાગીદારીને લીધે તેણે ઓસ્ટ્રેલિયા પાસે ગુમાવેલું ૫મું સ્થાન ફરી મેળવી લીધું છે. જોકે, રશિયાથી ભારતને વધુ પોઈન્ટ મળ્યા છે અને ભારતની શક્તિને વધારે આંકવામાં આવી છે.

જાપાન અન્ય મધ્યશક્તિઓના પ્રમાણમાં આગળ વધ્યું છે. તેની મજબૂત આર્થિક અને ટેકનિકલ તથા રાજદ્વારી ગતિવિધિઓ દર્શાવે છે કે એક અધિક ખેલાડી તરીકે તેણે પોતાને સ્થાપિત કરી દીધું છે. દક્ષિણ કોરિયા, અને ઓસ્ટ્રેલિયા મધ્યમાન શક્તિ તરીકે મહત્ત્વની ભૂમિકા નિભાવે છે તેમ પણ તે અહેવાલમાં જણાવ્યું છે.
ભવિષ્યની શક્યતાઓને ધ્યાનમાં રાખીને ભારતને રશિયા કરતાં પણ વધારે શક્તિશાળી ગણવામાં આવ્યું : જાપાન ચોથા, રશિયા પાંચમા ક્રમે અર્થતંત્ર, લશ્કરી શક્તિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય પ્રભાવની બાબતમાં અમેરિકા પ્રથમ ક્રમે, ચીન બીજા નંબરે
દુનિયાના 10 સમર્થ રાષ્ટ્રો
| ક્રમ | દેશનું નામ | પોઈન્ટ | કેટેગરી |
| ૧ | અમેરિકા | ૮૦.૫ | સુપરપાવર |
| ૨ | ચીન | ૭૩.૭ | સુપરપાવર |
| ૩ | ભારત | ૪૦ | મેજરપાવર |
| ૪ | જાપાન | ૩૮.૮ | મિડલપાવર |
| ૫ | રશિયા | ૩૨.૧ | મિડલપાવર |
| ૬ | ઓસ્ટ્રેલિયા | ૩૧.૮ | મિડલપાવર |
| ૭ | દ. કોરિયા | ૩૧.૫ | મિડલપાવર |
| ૮ | સિંગાપોર | ૨૬.૮ | મિડલપાવર |
| ૯ | ઈન્ડોનેશિા | ૨૨.૫ | મિડલપાવર |
| ૧૦ | મલેશિયા | ૨૦.૧ | મિડલપાવર |

