NATIONAL : પુષ્કર મેળો 2025: 15 કરોડનો ઘોડો, 600 કિલોની 25 લાખની ભેંસ અને સૌથી નાનો અશ્વ બન્યા મુખ્ય આકર્ષણ

0
60
meetarticle

રાજસ્થાનના અજમેરમાં યોજાયેલા પુષ્કર મેળોમાં 15 કરોડની કિંમતનો ઘોડો ચર્ચાનો વિષય બન્યો છે. ચંદીગઢથી આવેલો કાળા રંગનો ઘોડાની સાથે-સાથે 600 કિલોગ્રામની 25 લાખની ભેંસ અને સૌથી નાનો અશ્વ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

15 કરોડની કિંમતનો ઘોડો

પુષ્કર મેળો 2025માં મારવાડી, નુગરા, પંજાબી સહિત અનેક જાતિના ઘોડાઓની ખરીદી અને વેચાણ કરવામાં આવે છે. આ વર્ષે ચંદીગઢથી આવેલા ફક્ત 2.5 વર્ષનો ઘોડો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જેનું નામ છે શાહબાઝ છે. તેના માલિકે કહ્યું કે, ‘અઢી વર્ષના શાહબાઝે ઘણા શૉ જીત્યા છે અને તે એક પ્રતિષ્ઠિત જાતિનો છે. તેની કવરિંગ ફી 2 લાખ રૂપિયા છે અને તેની બોલી 15 કરોડ રૂપિયા છે. 9 કરોડ રૂપિયા સુધીની ઓફર મળી છે.

શું છે ઘોડાની ખાસિયત? 

ઘોડાના માલિકે કહ્યું કે, ‘દર વર્ષની જેમ લગભગ 40 જાનવર લઈને મેળામાં આવીએ છીએ. જ્યારે આ વખતે અમારો હેતુ હતો કે, કોઈ જાનવર રિપીટ ન થાય. શાહબાઝ 5-6 શૉનો વિજેતા છે. ગયા વર્ષે તે પંજાબમાં ત્રણ શૉમાં પ્રથમ આવ્યો હતો. તેણે અત્યાર સુધીમાં ઘણા શૉ જીત્યા છે. તે જ્યાં પણ ગયો છે, તે વિજયી પાછો ફર્યો છે. તેની ઊંચાઈ 65.5 ફૂટ છે. કવરિંગ ફી 2 લાખ રૂપિયા છે. ફી ચૂકવ્યા પછી, અમે ઘોડીને ચાર તક આપીએ છીએ. કુલ આઠ કૂદકા મારવાના છે. જે ઘોડી અટકે છે તે આઠ કૂદકામાં ગર્ભવતી થઈ જાય છે.’

25 લાખ રૂપિયા કિંમતની 600 કિલોગ્રામની ભેંસ

પુષ્કર મેળાના મેદાનમાં ઉજ્જૈનની 600 કિલોગ્રામ, 8 ફૂટ લાંબી અને 5.5 ફૂટ ઊંચી ભેંસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ભેંસ સંવર્ધકે જણાવ્યું હતું કે, મેળામાં અમારી પહેલી મુલાકાત હતી. આશરે સાડા ત્રણ વર્ષની આ ભેંસને દૈનિક 1500 રૂપિયા સુધીના ખોરાકની જરૂર પડે છે. ખોરાકમાં ચણાનો લોટ, ઈંડા, ચણાનો લોટ, તેલ, દૂધ, ઘી અને લીવર ટોનિકનો સમાવેશ થાય છે.પુષ્કર મેળામાં સૌથી નાનો અશ્વને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. દરેક વ્યક્તિ ફક્ત એક વાર સૌથી નાના ઘોડાને જોવા માગતા હતા. પુષ્કર મેળામાં ચાર સૌથી નાના ઘોડા આવ્યા હતા. આ જાતિના ઘોડાઓ આશરે 24 થી 31 ઇંચ ઊંચા હોય છે, એટલે કે લગભગ અઢી ફૂટ. જેનો ઉપયોગ બાળકોની સવારી અને પાલતુ જાનવર તરીકે કરવામાં આવે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here