NATIONAL : ફરવા માટે 5 બજેટ ફ્રેન્ડલી દેશ, ફુલ પૈસા વસૂલ હશે ટ્રિપ

0
11
meetarticle

જો તમે ફરવાના શોખીન છો અને એકલા કે પરિવાર સાથે એશિયામાં ફરવાનું વિચારી રહ્યા છો, પરંતુ તમારું બજેટ મર્યાદિત છે, તો ચિંતા કરવાની જરૂર નથી. તમારા માટે એવા 5 સુંદર અને બજેટ-ફ્રેન્ડલી એશિયન દેશોની યાદી તૈયાર કરી છે, જ્યાં તમે ઓછા ખર્ચે પણ અદ્ભુત અનુભવો માણી શકો છો.

1. નેપાળ

એશિયામાં ફરવા માટે ભારતનો પાડોશી દેશ નેપાળ એક ઉત્તમ વિકલ્પ છે. અહીં ભારતીય પ્રવાસીઓ માટે પ્રવાસ કરવો ખૂબ જ સરળ અને સસ્તો છે. નેપાળમાંથી હિમાલયનો શાનદાર નજારો જોવા મળે છે. અહીં હિમાલયની પર્વતમાળાઓ, પશુપતિનાથ મંદિર અને સુંદર તળાવો પ્રખ્યાત છે. તેમજ રહેવા અને ખાવા-પીવાની વ્યવસ્થા પણ બજેટમાં મળી જશે

2. વિયેતનામ

ભારતીયો માટે દક્ષિણ-પૂર્વ એશિયાનો વિયેતનામ પણ એક સુંદર દેશ છે. તે પોતાની સંસ્કૃતિ, સ્વાદિષ્ટ ભોજન અને અદ્ભુત સુંદરતા માટે જાણીતો છે. અહીં તમે ઓછા બજેટમાં પણ સુંદર બીચ, ઐતિહાસિક સ્થળો અને નાઈટ લાઈફની મજા માણી શકો છો.

3. થાઈલેન્ડ

થાઈલેન્ડ તેના સુંદર બીચ, પ્રાચીન મંદિરો અને શાનદાર નાઈટ લાઈફ માટે પ્રખ્યાત છે. તેમજ ઓછા બજેટમાં ફરવા માટે એક સારો દેશ સાબિત થઈ શકે છે. અહીં તમે પટાયા, ફુકેટ અને કોરલ આઈલેન્ડ જેવી જગ્યાઓની મુલાકાત લઈ શકો છો.

4. કંબોડિયા

ફરવા માટે કંબોડિયા એક ઐતિહાસિક સ્થળ છે, જે સાંસ્કૃતિક રીતે ખૂબ જ પ્રખ્યાત છે. અહીંની સૌથી ખાસ જગ્યાઓમાં અંગકોર વાટ મંદિર પરિસર છે, જે પોતાના આર્કિટેક્ચર માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. કંબોડિયામાં રહેવા અને ખાવા-પીવાનો ખર્ચ પણ તમને બહુ વધારે નહીં પડે.

5. શ્રીલંકા

ભારતીયોના ફરવા માટે શ્રીલંકા પણ શાનદાર જગ્યા છે. તે પોતાના સુંદર રેતીવાળા બીચ, સંસ્કૃતિ અને વાઇલ્ડલાઇફ માટે પ્રખ્યાત છે. તમે અહીં ધાર્મિક સ્થળો, હિલ સ્ટેશનો અને નેશનલ પાર્કમાં ઓછા બજેટમાં ફરી શકો છો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here