NATIONAL : ફરીદાબાદમાં ફરી મોટી માત્રામાં મળ્યા વિસ્ફોટક, 2 યુવકની ધરપકડ, તપાસનો ધમધમાટ શરૂ

0
36
meetarticle

દિલ્હી બ્લાસ્ટ કેસમાં તપાસ એજન્સીઓને એક વધુ મોટી સફળતા મળી છે. હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં પોલીસને ત્રીજી વખત વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. આ વખતે ક્રાઇમ બ્રાન્ચની ટીમને સેક્ટર-56માં બનાવેલા એક મકાનમાંથી આ વિસ્ફોટક મળ્યો છે. પોલીસે આ મકાનમાં ભાડે રહેતા બે યુવકોની અટકાયત કરી છે. ટીમે ઘરમાં તપાસ શરૂ કરતા બે કોથળામાં સફેદ રંગનો વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘરનો માલિક બલ્લભગઢમાં રહે છે.

ફ્લેટમાંથી 360 કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ જેવો જ્વલનશીલ પદાર્થ, એક અસોલ્ટ રાઈફલ, ત્રણ મેગેઝીન, 83 જીવતા કારતૂસ, એક પિસ્તોલ, આઠ ગોળીઓ, બે ખાલી કારતૂસ, બે વધારાની મેગેઝીન, 12 સૂટકેસ અને એક ડોલ વિસ્ફોટકથી ભરેલી મળી આવી છે. આ ઉપરાંત 20 ટાઈમર, ચાર બેટરી, રીમોટ, પાંચ કિલોગ્રામ ભારે ધાતુ અને એક વોકી-ટોકી સેટ પણ જપ્ત કરવામાં આવ્યું છે. અધિકારીઓનું માનવું છે કે આ વસ્તુઓનો ઉપયોગ મોટા આતંકી હુમલાઓને અંજામ આપવા માટે થવાનો હતો.

અગાઉ ફરીદાબાદના ધૌજ અને ફતેહપુર તગામાંથી પણ વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો હતો. આ ઉપરાંત ફરીદાબાદની અલફલાહ યુનિવર્સિટીમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે પાંચથી સાત લોકોની અટકાયત કરી હતી.

આ પહેલા સોમવારે (10 નવેમ્બર) હરિયાણા અને જમ્મુ-કાશ્મીર પોલીસે એક મોટા આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. ફરીદાબાદના એક ભાડાના મકાનમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક અને હથિયારો મળી આવ્યા હતા. આ ઘટનાના 10 દિવસ પહેલા પુલવામાના એક ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી હતી, તેના પર પાકિસ્તાન સમર્થિત જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાની શંકા છે.

ફરીદાબાદના પોલીસ કમિશનર સતેન્દ્ર કુમાર ગુપ્તાએ કહ્યું કે, હરિયાણા અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત પ્રયાસોથી એક મોટા આતંકી મોડ્યુલને ખતમ કરવામાં આવ્યું છે. આ મોડ્યુલનો એક અન્ય સભ્ય પહેલા સહારનપુરથી પકડાયો હતો અને ટૂંક સમયમાં જ વધુ સભ્યોની ધરપકડ થવાની અપેક્ષા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here