ઉત્તર પ્રદેશના બરસાના નગરમાં તાજેતરમાં તારીખ 28 ના રોજ પુ.મોરારિબાપુ દ્વારા ગવાયેલી” માનસ ગૌ સૂક્ત” વિરામ પામી. આ રામકથા કથાના ક્રમની 964મી કથા હતી. પરંતુ વેદોક્ત રીતે અને હિન્દુ ધર્મના મહત્વના કહી શકાય તેવા કર્મયોગ માટે આ કથાનું સ્થાન અદકેરું રહ્યું . કારણ કે કથાનો કેન્દ્રીય વિચાર એ ગૌમાતા હતો. ગૌમાતા એટલે કર પાત્રીજી મહારાજના કહેવા મુજબ ગાયનું મૂળ વેદ છે. ગૌ સૂક્ત કહે છે કે જેના આંગણામાં ગાય હોય તે ધન્ય ધન્ય છે. જે ગાય પાળી શકતા નથી તેમણે ગૌશાળાની ગાયનું દત્તક વિધાન કરવું જોઈએ. પરંતુ મોરારિબાપુના કથન મુજબ ગીતા, ગૌરી ગાયત્રી અને પાંચમી માતા તરીકે ગાય છે.તેનું મહત્વ અથર્વવેદના કહેવા મુજબ ગાવો ભગો ગાય ઇન્દ્રો. આમ આ રીતે હિન્દુ ધર્મ ગાયની 16 કળામાં સંપૂર્ણ રીતે ઈદૅગીદૅ વિહરતો દેખાય છે.

બરસાના એટલે એવું નગર કે જ્યાં બ્રહ્માંડના અધિપતિ ભગવાન કૃષ્ણની ચરણ રજથી સમગ્ર વ્રજમંડળ પુલકિત થયું હોય. તે એક સ્થાન, પરંતુ તેમ છતાં રાધાજી જન્મ સ્થાન તરીકે કૃષ્ણ પ્રેમીઓ અને ભક્તો તેને વધુ ઓળખે છે. વજ્ર મંડળ ભૂમિની પવિત્રતાને વધુ ઉજાગર કરતું લાડલી મંદિર આજે પણ શિખર પર કૃષ્ણના ગીતો ગાઈ રહ્યું છે. આ પવિત્ર ધરતી ઉપર મોરારિબાપુની રામકથાનો પવિત્ર અને પ્રવાહી સુર ગુંજ્યો અને ગાય એટલે કે શ્રી માતાજી ગૌશાળા કે જ્યાં 65000 ગાયોની સેવા અને સુશ્રુષા થઈ રહી છે, તેના માટે સાદ પડ્યો.આ સાદ ગૌ પ્રેમીઓએ જીલ્યો અને તેનાથી આ ગૌશાળાને ટકાવવા ગૌવંશની સેવા સુસુશ્રા, સંવર્ધન કરવા રૂપિયા 16 કરોડનું દાન એકત્રિત થયું. કદાચ ગાય માટે આટલા વિશાળ ફલક ઉપર એકઠી થયેલી રકમ ઘણી મોટી ગણી શકાય. બાપુએ આ કાર્ય માટે પોતાનો રાજીપો વ્યક્ત કરીને ચિત્રકૂટ ધામના રૂપિયા પાંચ લાખ તુલસીદલ તરીકે અર્પણ કરીને આ કાર્યનું દીપ પ્રજવલન કર્યું હતું. સમગ્ર જગતમાંથી ગૌ સેવા માટે દાનની સરવાણી ચાલુ થઈ હતી. તે 16 કરોડના આંકડાને પાર કરી ગઈ. આજે પણ આ સંસ્થાની કાર્યવાહક સમિતિમાં કાર્યરત અને માનસ ગૌ સૂક્ત કથાના મનોરથી મુંબઈના વીણા ડેવલપર્સના સંચાલક શ્રી હરેશભાઈ સંઘવી ગદગદિત છે. આ કામથી પોતે તો ધન્ય છે જ પરંતુ સૌએ આપેલા આવા અમૂલ્ય યોગદાન બદલ સૌનો ગૌમાતા તરફ વતી આભાર પ્રગટ કરતાં રહ્યાં.મનોરથી શ્રી હરેશભાઈ સંધવીએ રું 5 કરોડ 4 લાખનું દાન કર્યું છે.
કથા દરમિયાન અનેક સંતો મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિ પણ પ્રેરક બળ બની.
-REPOTER : તખુભાઈ સાંડસુર

