NATIONAL : બારામતીમાં જ્યાં અજિત પવારના થયા અંતિમ સંસ્કાર, ત્યાં બનશે સ્મારક

0
17
meetarticle

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારની યાદમાં બારામતીમાં વિદ્યા પ્રતિષ્ઠાન કેમ્પસમાં એક સ્મારક બનાવવામાં આવશે. આ યોજના શરદ પવારના નિર્દેશનમાં વિકસાવવામાં આવી રહી છે.

આ પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થાની સ્થાપના પવાર પરિવાર દ્વારા જ કરવામાં આવી હતી. અજિત પવારના નજીકના સહયોગી અને પરિવારના લાંબા સમયથી વિશ્વાસુ કિરણ ગુજ્જરે યોજનાનો ખુલાસો કર્યો. તેમણે સમજાવ્યું કે આ સ્મારક વિદ્યા પ્રતિષ્ઠાન કેમ્પસમાં બનાવવાનો પ્રસ્તાવ છે. આ એજ જગ્યા છે જ્યાં અજિત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.કિરણે જણાવ્યું કે રવિવારે મુંબઈ જતા પહેલા શરદ પવારે પ્રતિભા પવાર સાથે સ્થળની મુલાકાત લીધી હતી. એક સમાચાર એજન્સી અનુસાર કિરણ ગુજ્જરે કહ્યુ કે શરદ પવારે પ્રતિભા પવાર સાથે અંતિમ સંસ્કાર સ્થળની મુલાકાત લીધી હતી અને મને અને વિદ્યા પ્રતિષ્ઠાન ટ્રસ્ટીઓને અજિત દાદાના સ્મારક માટે યોજના તૈયાર કરવા સૂચના આપી હતી.

કિરણ ગુજ્જરે જણાવ્યું કે સ્મારકની ડિઝાઇન, લેઆઉટ અને માળખાને અંતિમ સ્વરૂપ આપવા માટે ટૂંક સમયમાં ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. મહારાષ્ટ્રના રાજકારણમાં એક અગ્રણી વ્યક્તિ,અજિત પવારે બારામતીના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ મતવિસ્તાર લાંબા સમયથી અજિત પવાર પરિવારનો રાજકીય ગઢ માનવામાં આવે છે. ચાર દાયકાથી વધુ સમયથી પવાર પરિવાર સાથે સંકળાયેલા કિરણને અજિત પવારના સૌથી નજીકના વિશ્વાસુઓમાંના એક માનવામાં આવતા હતા.

સુનેત્રા પવારે તેમના પતિના મૃત્યુના ત્રણ દિવસ પછી શનિવારે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમને એક્સાઇઝ, રમતગમત અને લઘુમતી વિકાસ વિભાગો પણ સોંપવામાં આવ્યા હતા. 62 વર્ષીય સુનેત્રા પવારે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ હાલમાં રાજ્ય વિધાનસભાના કોઈપણ ગૃહના સભ્ય નથી. એવી અટકળો છે કે તેઓ અજિત પવાર દ્વારા રજૂ કરાયેલી બારામતી વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી લડશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here