NATIONAL : બિહારમાં આગ ઓલવવા આવેલા ફાયરબ્રિગેડના વાહનોને ફૂંકી માર્યા, પથ્થરમારો પણ કર્યો

0
72
meetarticle

: જો આગ લાગે અને ફાયર બ્રિગેડ થોડી પણ મોડું કરે, તો આ દુર્ઘટના મોટી દુર્ઘટનામાં પરિણમી શકે છે. આવા સમયમાં, ફાયર ફાઇટર આગમાં ફસાયેલા લોકો માટે દેવતા તરીકે કામ કરે છે અને તેમને બચાવે છે. જોકે, બિહારના ખગરિયામાં આ જ ફાયર ફાઇટરો સાથે જે બન્યું તે આઘાતજનક હતું. ખગરિયામાં ફટાકડાથી લાગેલી આગને કાબુમાં લેવા માટે પહોંચેલા ફાયર ફાઇટરો પર ટોળાએ પથ્થરમારો કર્યો અને તેમના વાહનને આગ લગાવી દીધી. જેમાં ઘણા ફાયર ફાઇટર ઘાયલ થયા.

આગ ઓલવવા આવેલા ફાયરબ્રિગેડના વાહનોને આગ લગાવી દીધી

ગઈકાલે મોડી રાત્રે, બેલદૌર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બેલદૌર નગર પંચાયતના પીરનગરા પથ પાસે ટોળાએ ભારે હોબાળો મચાવ્યો હતો. દિવાળી પહેલા આતિશબાજી દરમિયાન કેટલાક ઘરોમાં આગ લાગી હતી. પરતું ટોળાએ આગ ઓલવવા પહોંચેલા ફાયર ફાઇટરો પર માત્ર પથ્થરમારો કર્યો, એટલું જ નહી પણ ટોળાએ ફાયર ફાઇટરના વાહનને પણ આગ લગાવી દીધી હતી.શું છે ઘટના?

આતિશબાજી દરમિયાન આશરે પાંચ ઘરોમાં આગ લાગી હતી. જ્યારે એક નાનું ફાયર એન્જિન પહોંચ્યું, ત્યારે ફાયર ફાઇટીંગ વાહન આગને કાબુમાં લેવામાં નિષ્ફળ ગયું. પરિણામે, હાજર લોકોએ ગુસ્સે  થયા  અને ફાયર ફાઇટર પર પથ્થરમારો કર્યો હતો, જેમાં ઘણા  ફાયર ફાઇટર ઘાયલ થયા હતા. જોકે, મોટી પોલીસ ટુકડી આવતાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here