NATIONAL : બિહાર ચૂંટણી પ્રચારમાં ઘર્ષણ: RJD સમર્થકોનો તેજ પ્રતાપ યાદવના કાફલા પર પથ્થરમારો

0
58
meetarticle

બિહાર વિધાનસભા ચૂંટણીની ગરમાગરમી વચ્ચે, RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને વૈશાલી જિલ્લાના મહનાર વિધાનસભા ક્ષેત્રમાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. બુધવારે, તેઓ તેમની જનશક્તિ જનતા દળ (JJD) પાર્ટીના ઉમેદવાર જયસિંહ રાઠૌરના સમર્થનમાં એક ચૂંટણી સભા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન, કથિત RJD સમર્થકોએ તેમના કાફલા પર પથ્થરમારો કર્યો અને ‘તેજસ્વી યાદવ ઝિંદાબાદ’ના નારા લગાવ્યા.

RJD સમર્થકોનો તીવ્ર વિરોધ

તેજ પ્રતાપ યાદવ મહનારના ચૂંટણી મેદાનમાંથી બહાર નીકળ્યા કે તરત જ આ ઘટના બની હતી. અહેવાલો મુજબ, સભા પૂરી કરીને બહાર આવતાની સાથે જ RJD સમર્થકોએ તેમને ઘેરી લીધા અને ‘તેજસ્વી યાદવ ઝિંદાબાદ’ તથા ‘લાલટેન છાપ ઝિંદાબાદ’ના નારા લગાવ્યા. વિરોધ અને નારાબાજી એટલા તીવ્ર બની ગયા કે RJD સમર્થકોએ તેમના કાફલાને ત્યાંથી ખદેડી દીધો.

JJD ઉમેદવારે RJD ઉમેદવાર પર ષડયંત્રનો આરોપ લગાવ્યો

તેજ પ્રતાપ યાદવની પાર્ટી JJDના ઉમેદવાર જય સિંહ રાઠૌરે આ ઘટના માટે સીધેસીધું RJDના સત્તાવાર ઉમેદવાર રવિન્દ્ર સિંહ પર ષડયંત્ર રચવાનો આક્ષેપ કર્યો છે. આ મામલે જય સિંહ રાઠૌરે સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘આ બધી હરકતો RJD ઉમેદવારે જ કરાવી છે. તેજ પ્રતાપ યાદવના ચૂંટણી પ્રચારને અટકાવવાના હેતુથી બે-ચાર લફંગાઓને પૈસા આપીને આ પ્રકારનું કૃત્ય કરાવવામાં આવી રહ્યું છે. તેમ છતાં, અમે લોકો તેનાથી સહેજ પણ પાછા હટવાના નથી.’

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here