NATIONAL : ભારતની હવા બની રહી છે ઝેરી? દેશમાં પ્રદૂષણના કારણે 17 લાખ લોકોએ ગુમાવ્યા જીવ: WHO

0
42
meetarticle

વાયુ પ્રદુષણ હવે માત્ર પ્રદુષણનો જ વિષય નથી રહ્યો, પરંતુ આ સીધો માનવ જીવનને જોખમમાં મુકતો  સૌથી મોટો સ્વાસ્થ્યનું સંકટ બની ગયો છે. હાલમાં જ જારી થયેલા લેન્સેટ કાઉન્ટડાઉન રિપોર્ટ, કે જે WHO ના સાથ સહકારથી તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે 2022માં ભારતમાં PM 2.5 જેવા સૌથી નાનાં નાનાં કણ પ્રદુષણના સંપર્કમાં આવવાથી 17 લાખથી વધુ લોકોના મોત નીપજ્યા છે. PM 2.5 એટલા નાના કણો છે કે, આ ફેંફસાની ઊંડે સુધી પ્રવેશીને ગંભીર બીમારીયોનું કારણ બને છે. ત્યારે આવો જાણીએ કે, WHO નો આ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે. WHO ના આ રિપોર્ટમાં શું છે?

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ સંખ્યા છેલ્લા 12 વર્ષની તુલનાએ નોંધપાત્ર રીતે વધુ છે. તેનો અર્થ એ છે કે, વાયુ પ્રદૂષણનું જોખમ સતત વધી રહ્યું છે અને તેની આરોગ્ય પર ઊંડી અસર પડી રહી છે. લેન્સેટ રિપોર્ટ પ્રમાણે ભારતમાં વાયુ પ્રદૂષણને કારણે થતા મૃત્યુ હવે ચિંતાજનક સ્તરે વધ્યું છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં માનવસર્જિત વાયુ પ્રદૂષણથી 2022 માં 1,718,000 થી વધુ મૃત્યુ થશે. જે 2010 ની સરખામણીમાં 38 ટકાનો વધારો દર્શાવે છે. કોલસો અને પ્રવાહી ગેસ આમાં આશરે 44 ટકા ફાળો આપે છે. કોલસાના ઉપયોગથી જ 394,000 મૃત્યુ થયા હતા. જેમાંથી 298,000 મૃત્યુ પાવર પ્લાન્ટમાં કોલસાના ઉપયોગને કારણે થયા હતા. માર્ગ પરિવહનમાં પેટ્રોલના ઉપયોગથી 269,000 મૃત્યુ થયા હતા.

વાયુ પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તન ચેતવણી

રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, ભારતમાં વાયુ પ્રદૂષણ અને આબોહવા પરિવર્તનની અસર અત્યંત ગંભીર છે. 2024 સુધીમાં સરેરાશ ભારતમાં દરેક વ્યક્તિ આશરે 20 દિવસ લૂ નો સામનો કરવો પડે છે અને તેમાંથી લગભગ એક તૃતીયાંશ સીધા આબોહવા પરિવર્તનને કારણે થશે. એટલું જ નહીં ગરમી સંબંધિત મૃત્યુમાં 23 ટકાનો વધારો થયો છે.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે વાયુ પ્રદૂષણે ભારતને વિશ્વના સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાંનો એક બનાવ્યો છે. કોલકાતા સ્થિત પલ્મોનોલોજિસ્ટ અરૂપ હલદારે જણાવ્યું હતું કે, 2022 માં વાયુ પ્રદૂષણથી થયેલા મૃત્યુ તે વર્ષે કોવિડ-19 થી થયેલા મૃત્યુ કરતા ત્રણ ગણા વધુ હતા. આ આંકડો સ્પષ્ટપણે વાયુ પ્રદૂષણના ખતરનાક રુપ અને માનવ સ્વાસ્થ્ય પર તેની વ્યાપક આર્થિક અને સામાજિક અસર દર્શાવે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here