NATIONAL : ભારતે રાફેલ વિમાનો ગુમાવ્યાં હોવાના પાક. મીડીયાના દાવાનો ફ્રેન્ચ નેવીએ કરેલો પર્દાફાશ

0
48
meetarticle

એક ફ્રેન્ચ કમાન્ડરે એવું કહ્યું હતું કે મે ૨૦૨૫નાં (ઓપરેશન સિંદૂર દરમિયાન) ભારતે રાફેલ વિમાનો ગુમાવ્યાં હતાં. તેમ પાક. મીડીયાએ જણાવ્યું હતું.  પાક. મીડીયાના આ દાવાને તદ્દન જૂઠ્ઠો કહેતાં ફ્રેન્ચ નેવીએ કહ્યું હતું કે ફ્રેન્ચ કમાન્ડરે આવું કશું કહ્યું જ ન હતું. આ તો અસામાન્ય ખોટી માહિતી છે.

પાકિસ્તાનનાં જીઓ ટીવીએ એક લેખ પ્રસિધ્ધ કર્યો હતો કે ફ્રેન્ચ નેવીના કમાન્ડર કેપ્ટન જેકીસ લૌને કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન, હવાઈ યુદ્ધમાં પાકિસ્તાનનાં એરફોર્સનો હાથ ઉપર રહ્યો હતો. તેટલું જ નહીં પરંતુ વધુમાં તેમ જણાવ્યું હતું કે પાકિસ્તાનનું એરફોર્સ વધુ સારી રીતે તૈયાર હતું, અને રાફેલ ફાયટર્સ માત્ર ચીની બનાવટનાં જે-૧૦ સી ફાયર્સને લીધે જ ભારતનાં રાફેલ નથી તૂટી પડયાં. પાકિસ્તાની પાયલોટની કાર્યક્ષમતા મુખ્ય કારણ હતી.પાકિસ્તાની મીડીયાના આ દાવાનો પર્દાફાશ કરતાં ફ્રેન્ચ નેવીએ કહ્યું હતું કે આ તદ્દન બનાવટી ન્યુઝ છે. કેપ્ટન લૌનેએ પોતાનાં કોઈપણ વિધાનોને પ્રસિદ્ધ ન કરવા કહ્યું હતું. તેમાંયે તે આર્ટિકલ તો તદ્દન ખોટી જ માહિતી આપે છે.

પાકિસ્તાનનાં મીડીયાએ પ્રસિદ્ધ કરેલી આવી માહિતી ઉપર ઘણો દેશોએ પસ્તાળ પાડી હતી તેઓ કહે છે કે પાકિસ્તાન હવે મુંઝાઈ રહ્યું હોવાથી આવાં ગપ ચલાવે છે. જીઓ ટીવી અને તેના સંવાદદાતા હમીદ મીર ઉપર ખોટી માહિતી પ્રસારવાનો આક્ષેપ મુકતાં ફ્રેન્ચ નેવીએ પાકિસ્તાનનાં જીઓ ટીવી અને તેના સંવાદદાતા હમીદ મીરને તે માટે પ્રમાણો આપવા પડકાર ફેંક્યો હતો. પરંતુ બંનેએ મૌન જ સેવ્યું છે. તે દર્શાવે છે કે તેમણે વહેતા મુકેલા સમાચારો બનાવટી હતી. આથી તે પણ સાબિત થાય છે કે પાકિસ્તાનની બનાવટી સમાચારોની મશીનરી કેટલી હદે જીવ ઉપર આવી ગઇ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here