ભારત 200 મેગાવોટ ક્ષમતાના નાના આકારના પરમાણુ ઉર્જા રિએક્ટર વિકસિત કરી રહ્યું છે જેને માલવાહક જહાજો ઉપર પણ સ્થાપિત કરી શકાશે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પરમાણુ ઉર્જા, પરમાણુ વિખંડન દ્વારા ઉત્પન્ન ઉષ્માથી ઉદભવે છે જેનાથી વીજળી ઉત્પન્ન થાય છે. તમે રિએક્ટરને ગમે ત્યાં અને જહાજ ઉપર પણ સ્થાપિત કરી શકો છો.

તેમણે જણાવ્યું હતું કે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (બીએઆરસી)ના વૈજ્ઞાાનિક ૫૫ મેગાવોટ અને 200 મેગાવોટ ક્ષમતાના બે પરમાણુ ઉર્જા રિએક્ટર વિકસિત કર્યા છે.
જેને સિમેન્ટ નિર્માતાઓ જેવી વધારે ઉર્જા જરૂરિયાતવાળી કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વીજળી પ્લાન્ટમાં લગાવવામાં આવી શકે છે.અધિકારીએ જણાવ્યું હતું કે આ પરમાણુ રિએક્ટર ખૂબ જ સુરક્ષિત છે અને તેનો ઉપયોગ મર્ચેન્ટ નેવીના જહાજોને વીજળી આપવા માટે પણ કરવામાં આવી શકે છે.
તેમણે જણાવ્યું હતું કે આ ભારત સ્મોલ મોડયુલર રિએક્ટર (બીએસએમઆર) દેશના ઉર્જા ક્ષેત્રમાં પરમાણુ ઉર્જાની હિસ્સેદારી વધારવામાં મુખ્ય આધાર હશે.
હાલમાં ભારત બે સ્વનિર્મિત પરમાણુ સબમરિન આઇએનએસ અરિહંત અને આઇએનએસ અરિઘાટનું સંચાલન કરી રહ્યું છે જે 83 મેગાવોટના રિએક્ટરોથી સંચાલિત થાય છે. ત્રીજી પરમાણુ ઉર્જા સંચાલિત સબમરીન આઇએનએસ અરિધમાનનું પરીક્ષણ ચાલુ છે.

